Site icon Revoi.in

ડિસ્કો ડાન્સર બનીને નવો ટ્રેન્ડ સેટ કરનાર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ- જાણો તેના સંધર્ષ વિશે

Social Share

મુંબઈ : ડિસ્કો ડાન્સર બનીને નવો ટ્રેન્ડ સેટ કરનાર મિથુન ચક્રવર્તી આજે પોતાનો 71 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મિથુનનો જન્મ 16 જૂન 1950 ના રોજ બાંગ્લાદેશમાં થયો હતો. મિથુન ચક્રવર્તી મલ્ટિ-ટેલેન્ટેડ છે, સાથે ડાન્સ, એક્ટિંગ, પ્રોડ્યુસરની સાથે તે એક સારા લેખક પણ છે. મિથુન દાદાએ પોતાના ટેલેન્ટના આધારે ઇન્ડસ્ટ્રીમાં આ વિશેષ સ્થાન બનાવ્યું છે. તેની એક્ટિંગ એટલી શાનદાર છે કે, તેની પહેલી ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.તો ચાલો તેમના જન્મદિવસ પર જાણીએ તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

કોલકતામાં રહેતા મિથુન ચક્રવર્તીએ પહેલા એક્ટર બનવા માટે એક્ટિંગ શીખવાનું નક્કી કર્યું. કોલકતા છોડ્યા પછી, તેણે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાં એડમીશન લીધું. જ્યાંથી એક્ટિંગ શીખ્યા બાદ તેઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.

એક્ટિંગ શીખ્યા પછી મિથુન ચક્રવર્તીની સંઘર્ષ શરૂ થઈ. તે પહેલા બોલિવૂડ એક્ટ્રેસ હેલેનના અસીસ્ટેન્ટ બન્યા હતા.હેલન સાથે કામ કરીને  મિથુન ચક્રવર્તીને ઘણો ફાયદો થયો હતો. હેલેન સાથે કામ કરતી વખતે તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મ દો અંજાનેમાં કામ કરવાની તક મળી હતી. જો કે તે ફક્ત થોડી મિનિટો માટે જ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

મિથુન ચક્રવર્તીની મુખ્ય ફિલ્મ મૃગયા હતી. તેણે મૃણાલ સેનની ફિલ્મ મૃગયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવ્યો નહીં, પરંતુ મિથુન ચક્રવર્તીને તેના શાનદાર અભિનય બદલ રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.આ ફિલ્મ પછી મિથુન ચક્રવર્તી પાસે લાંબા સમય સુધી કોઈ કામ નહોતું.પણ તેણે હાર માની ન હતી. તે પછી, તેણે અગ્નિપથ, વારદાત, સાહસ, વોન્ટેડ જલ્લાદ, પ્યારી બહેના જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપીને પોતાના ચાહકોને દિવાના બનાવ્યા હતા.

મિથુન ચક્રવર્તીએ પોતાની ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેણે હિન્દી, બંગાળી, પંજાબી, ભોજપુરી સહિત અનેક ભાષાઓમાં કામ કર્યું છે. તેણે પોતાની શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડની સાથે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો છે.

મિથુન ચક્રવર્તી હજી પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. હાલમાં જ તેણે પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ માટે શૂટિંગ કર્યું છે. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.