Site icon Revoi.in

અચાનક લગ્ન કરી બોલિવૂડમાંથી વિદાઈ લઈને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ સના ખાનનો આજે જન્મદિવસ

Social Share

મુંબઈઃ-સના ખાન કે જેણે બોલિવૂડ જગતમાં પોતાનું નામ બનમાવીને અચાનક જ ફિલ્મ જગતને છોડી દીઘુ હતું, બોલિવૂડમાં એક્ટિંગની દુનિયાને અલવિદા કહી મૌલાના સાથે અચાનક કરેલા લગ્નને કારણે ખૂબ ચર્ચામાં રહેતી એક્ટ્રેસમાંની એક છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યું હતું.

સના ખાને અચાનક ચૂપકેથી કરી લીધા હતા. સના ખાનનો જન્મ વર્ષ 1987માંમુંબઇની ધારાવીમાં થયો હતો. આજે સના ખાન તેનો 34મો જન્મ દિવસ મનાવી રહી છે. તેનાં પિતા કન્નૂરનાં મલયાલી મુસ્લિમ છે.

સના ખાને શરૂઆતનું ભણતર મુંબઇથી કર્યું હતું. તેના ફિલ્મી કરિઅરની શરૂઆથ એડવર્ટાઇઝમેન્ટથી થઈ હતી. સનાએ હિન્દી સહીત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

સનાએ ફિલ્મ જગતમાં 2005માં ફિલ્મ ‘યહી હે હાઇ સોસાઇટી’થી ડેબ્યૂ કર્યુ હતું. આ સાથે જ ફિલ્મ ‘બોમ્બે ટૂ ગોવા’, ‘ધન ધના ધન ગોલ’માં સ્પેશિયલ અપીયરન્સ આપી. હિન્દી ફિલ્મોમાં કેટલીક ખાસ સફળતા ન મળી હતી પરંતુ તેણે પોતાની એક ખાસ ઓળખ તો બનાવી જ લીધી હતી, આજે તે ફિલ્મ જગત સાથે જોડાયેલી ન હોવા છત્તાં સમાચારની સુર્ખીઓમાં રહે છે.

સના ખાને વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં નજર આવી. જે બાદ તેણે ‘વજહ તુમ હૌ’ અને ‘ટોયલેટ એક પ્રેમ કથા’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

સના ખાને વર્ષ 2005માં ‘યે હૈ હાઇ સોસાયટી’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. જે એક લો બજેટ એડલ્ટ ફિલ્મ હતી. જે બાદ તે ટીવી કોમર્શિયલ અને એડ ફિલ્મોમાં નજર આવી. બોલિવૂડ છોડતા પહેલાં સનાનો બોલ્ડ અવતાર ચર્ચામાં રહેતો.

સના ખાન 20212માં સનાએ બિગ બોસ સિઝન 6 માં પણ જોવા મળી હતી. જે ફાઇનલિસ્ટ માં જોવા મળી હતી. સનાનાં ટીવી શોની વાત કરીએ તો, ‘ઝલક દિખલા જા’, ‘કોમેડી નાઇટ્સ બચાવો’, ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’, અને ‘કિચન ચેમ્પિયન’માં પણ દર્શકોને જોવા મળી છે

 

Exit mobile version