Site icon Revoi.in

બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ, અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કર્યું છે કામ

Social Share

 મુંબઈ :બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનને હિરોપંતી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. કૃતિએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, ફિલ્મી પરિવાર સાથે ન હોવા છતાં પણ આજે ક્રિતી સેનન હિન્દી સિનેમાની ચમકતી સ્ટાર છે.

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ, 1990 ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હીમાં રહેતી કૃતિ સેનનએ નોઇડાની એક કોલેજમાંથી બી.ટેક કર્યું છે. અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી. કૃતિ સેનન સુપર સ્ટાર મહેશ બાબુ સાથે પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી. આ પછી અભિનેત્રીએ ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તો ચાલો જાણીએ અભિનેત્રીની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો વિશે-

રાબ્તા

ફિલ્મ રાબ્તામાં કૃતિ સેનન સુશાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળી હતી. ફિલ્મમાં કૃતિના બે સ્વરૂપો જોવા મળ્યા હતા. ખરેખર આ ફિલ્મ પૂર્વાજનમ પર આધારિત હતી.એવામાં બે જન્મની વાર્તા સાથે અભિનેત્રી પણ બે ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને ભલે વધારે સફળતા મળી ન હોય પરંતુ આ અભિનેત્રીને ફિલ્મમાં ખૂબ પસંદ આવી હતી.

બરેલી કી બર્ફી 

18 ઓગસ્ટ 2017 નાં રોજ રીલીઝ થયેલી બરેલી કી બર્ફીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં કૃતિ બિટ્ટી મિશ્રાની ભૂમિકામાં જોવા મળી હતી. કૃતિને યુપીના બરેલીની એક છોકરીની ભૂમિકામાં સંપૂર્ણપણે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કૃતિ સાથે આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.

લુકા છુપી

2019 માં રજૂ થયેલી લુકા છુપીમાં પણ ચાહકોને કૃતિ નવા અવતારમાં જોવા મળી હતી. ‘લુકા છુપી’ ની વાર્તા મથુરાના ગુડ્ડુ (કાર્તિક આર્યન) ની હતી, જે રશ્મિ (કૃતિ સનન) ના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ કોમેડીથી ભરેલી હતી. જેમણે પડદા પર પણ અજાયબીઓ આપી હતી.

પાણીપત 

2019 માં જ કૃતિની ફિલ્મ પાણીપત રજૂ થઇ હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં કૃતિ  સેનન ‘પાર્વતી બાઇ’ની જોરદાર ભૂમિકામાં જોવા મળી હતી. કૃતિએ આ ફિલ્મમાં અભિનયથી ચાહકોને દિવાના બનાવ્યા હતા. ફિલ્મમાં કૃતિ ઘોડા સવારીથી લઈને ફેન્સીંગ અને યુદ્ધ સુધી બધું કરતી જોવા મળી હતી.

મીમી 

હવે કૃતિ 30 મી જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ મીમીમાં જોવા મળશે..કૃતિ આ ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકામાં જોવા મળશે.જોકે, કૃતિ આ ફિલ્મમાં ખૂબ જ પડકારજનક ભૂમિકામાં જોવા મળી રહી છે.