Site icon Revoi.in

ટીવી એક્ટર અભિનવ શુક્લાનો આજે જન્મદિવસ,મોડેલિંગથી કરી હતી કરિયરની શરૂઆત

Social Share

મુંબઈ: ટીવી એક્ટર અભિનવ શુક્લા આજે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.અભિનવનો જન્મ 27 સપ્ટેમ્બર 1982 ના રોજ લુધિયાણામાં થયો હતો.તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. અભિનવ એક સારા એક્ટર હોવા સાથે સાહસિક પણ છે.

સિદ્ધાર્થ શુક્લા સાથે કારકિર્દીની કરી શરૂઆત  

અભિનવ શુક્લાએ પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ 2004 થી કરી હતી.સિદ્ધાર્થ શુક્લાના મોત પછી, તેણે તેના મોડેલિંગના દિવસોમાંથી એક તસવીર શેર કરીને કહ્યું કે,બંનેએ સાથે મળીને પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓએ સાથે મળીને Gladrags Manhunt and Megamodel Contest માં ભાગ લીધો હતો.આ Contest માં સિદ્ધાર્થ શુક્લા રનર અપ રહ્યા હતા.

ઘણી ટીવી સિરિયલોમાં કર્યું છે કામ 

અભિનવે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સિરિયલ જર્સી નંબર 10 થી કરી હતી.તેણે જાને ક્યા બાત હુઇ, ગીત-હુઇ સબસે પરાઇ, એક હજાર મેં મેરી બેહના હૈ, બદલે રિશ્તોં કી દાસ્તાન, સિલસિલા બદલતે રિશ્તો કા, દિયા અને બાતી હમ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું.

અભિનવ શુક્લા ઘણા રિયાલિટી શોનો ભાગ રહ્યો છે. તે ખતરા ખતરા ખતરા, બિગ બોસ 14 અને ખતરોં કે ખિલાડી 11 નો ભાગ રહ્યો છે. તેને આ શોમાં દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

ફિલ્મોમાં પણ કર્યું છે કામ  

અભિનવે ટીવી ઇન્ડસ્ટ્રી સાથે બોલીવુડમાં પણ કામ કર્યું છે. તેણે રોર, અક્સર 2 અને લુકા છુપી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે રૂબીના દિલૈક સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાયો છે.

એડવેન્ચરના છે શોખીન  

અભિનવ શુક્લાને એડવેન્ચરનો ખૂબ જ શોખ છે. તે ઘણીવાર ટ્રેકિંગ પર જાય છે. અભિનવને ફરવાનો ઘણો શોખ છે, તે તેની પત્ની રૂબીના સાથે પ્રવાસ પર જતો રહે છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.

 

Exit mobile version