Site icon Revoi.in

આજે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી ઈન્દિરા ગાંઘીની પુણ્યતિથિ, જાણો તેમના જીવનની કેટલીક ખાસ વાતો અહીં

Social Share

દિલ્હીઃ-આજે 31 ઓક્ટોબર એટલે કે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી એવા ઈન્દિરાગાંઘીની પુણ્યતિથિ.આજરોજ તેમની પુણયતિથિ પર શ્રી ખડગે, શ્રીમતી ગાંધી અને રાહુલ ગાંધી આજે સવારે ઈન્દિરા ગાંધીના સમાધિ શક્તિ સ્થાને પહોંચ્યા હતા અને પુષ્પો અર્પણ કરીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસ પક્ષે પણ ઈન્દિરા ગાંધીને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘શક્તિ , નિશ્ચય અને મજબૂત નેતૃત્વનું ઉદાહરણ, દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર ઘણી શ્રદ્ધાંજલિ.

જો ઈન્દિરા ગાંઘી વિશએ વાત કરીએ તો તે  દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુના પુત્રી,બાળપણથી પ્રિયદર્શની નામથી ઓળખાતા,પિતાના નેતૃત્વ હેઠળ રહ્યા હોવાથી તેમના રગેરગમાં રાજકારણ સમાયેલું હતું પરિવાર હંમેશાથી દેશ સેવામાં વિશ્વાસ રાખતું, તે દેશસેવા ઈન્દિરામાં પણ જોવા મળી.ઈન્દિરા ગાંધીએ બાળપણથી જ પોતાના પરિવારને રાજનીતિક ગતિવિધિઓથી ધેરાયેલુ જોયુ હતું તેથી તેમના વ્યક્તિત્વ પર પણ રાજનીતિનો તીવ્ર પ્રભાવ હતો.પિતા નેહરુ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને નેતા.ગાંધીજીના અસહયોગ આંદોલનમાં આ સેનાનુ મુખ્ય યોગદાન હતું.

ઈતિહાસમાં તેમના પછી કોઈ મહિલા શાસન પર આવી જ નથી,વર્ષ 1970મા કોંગ્રેસના પ્રમુખ બારોહે તેમના માટે એક સુત્ર આપ્યું હતું- “ઈન્દિરા એટલે ઈન્ડિયા અને ઈન્ડિયા એટલે ઈન્દિરા” ,ખરેખર આ સુત્ર તેમણે સાચું સાબિત કરી બતાવ્યું, અનેક લોકોએ તેમને દુર્ગાનું આપ્યું.

પારસી યૂવક ફિરોજ ગાંઘી સાથે લગ્ન કર્યા,તેમની રાજનીતિક કારકીર્દી હવેથી શરુ થાય છે,ગુંગી ગુડીયાથી લઈને શ્રેષ્ઠ નેતા સુધીનો તેમનો રાજનીતિક સફર હતો.ભારત દેશનો વિકાસ તે સમયમાં ખૂબ ઘીમી ગતિએ હતો ત્યારે ઈન્દિરા ગાંઘીએ વિકાસને નવો વેગ આપ્યો અને તેઓ એક મહાન મહાસત્તા તરીકે ઊભરી આવ્યા.

ઈન્દીરા ગાંઘી એ વર્ષ 1969-77 સુધીમાં તો તેઓ ઈતિહાસના બે વ્યક્તિત્વ નાદિર-જેનીથની જેમ બન્યા,1969માં તેમણે જુની કોગ્રેસને છોડી પોતાની ન્યૂ કોગ્રેસ સ્થાપી,વર્ષ 1971મા તેમણે મોહમ્મદ અલી ઝિણાની ‘બે-રાષ્ટ્રીયની થીયેરી’ને નકારીને પાકિસ્તાનને હરાવ્યું,1974મા તેમણે ભારતને પરમાણું શક્તિ બનાવીને તેઓ એક મહત્તમ ઊંચાઈએ પોતાની જાતને સ્થાપિત કરી.

વર્ષ 1975મા  તેમણે સત્તા જાળવી રાખવા માટે આંતરિક કટોકટી લગાવી. બે વર્ષના ઓછા સમયગાળામાં તે સત્તામાંથી બહાર થઈ ગયા.1980મા તેઓ સત્તામાં પરત ફરે છે ત્યારે તે ઇન્દિરા ગાંધી  હવે પહેલા જેવા ગુંગી ગુડીયા નહોતા.તેમણે નેહરુ-ગાંધી રાજવંશ બનાવવાનો પ્રયાસ કર્યો,વર્ષ 1984મા તેના જ શીખ સંરક્ષક દ્વારા તેમની હત્યા થઈ, સમગ્ર જીવન દરમિયાન તેમણે પોતાના વ્યક્તિત્વના અનેક રંગો બતાવ્યા.નાનપણના દિવસોમાં જેને  પ્રેમથી ઈન્દુ કહેવામાં આવતા જે ખૂબ જ શરમાળ અને અંતર્મુખી હતા.તે સમયે તે કોઈ સિદ્ધાંતચિત્ર નહોતા.પરંતુ સમય સાથે અને સમય જતા તે સંપૂર્ણ બદલાયા.

 વર્ષ 1966મા ભારતની 14 મોટી બેંકોનું અને તેલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેમણે ગ્રીન અને વ્હાઇટ રિવોલ્યુશનને પણ પુષ્ટિ આપી, જેનાથી ભારતને ખોરાક અને દૂધના ઉત્પાદનમાં વધુને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ મળી,વર્ષ 1974મા ભારતના પરમાણુ યુગના પ્રથમ ભૂગર્ભ વિસ્ફોટ જોહેર કર્યો.ઈન્દીરા ગાંઘીના નેતૃત્વમાં જ 93 હજાર પાકિસ્તાની આર્મીઓ હાર માનતા ભારતને શરણે સમર્પણ કરે છે અને ત્યારે એક નવો બાંગલાદેશ જન્મ લે છે,ઈન્દિરા ગાંઘીના શાતિર દિમાગને  કારણે પાકિસ્તાનની સામે ભારતની જીતથી તેમની રાજકીય નેતા તરીકેની લોકપ્રિયતામાં વધારો થાય છે.

વર્ષ 1981મા ખાલિસ્તાનની માંગ કરતા શીખ આતંકવાદીઓના એક જુથે સુવર્ણ મંદિરને ઘેર્યું, ઈન્દિરા ગાંધીએ તે સમયે આતંકવાદીઓનો ખાતમો કરવા ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યું, ઓપરેશનમાં આતંકવાદીઓને મંદિરમાંથી બહાર કાઢવાનો ઈરાદો હતો,જેના માટે ભારતીય સૈનિકોને મોકલવામાં આવ્યા અને મંદિરને ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું,આ લડતમાં મોટી સંખ્યામાં નિર્દોષ શીખો મોતને ભેટ્યા જેને લઈને અનેક શીખ લોકોમાં રોષ ભરાયો,તે સમયે આર્મીઓમાં ફરજ બજાવતા શીખોએ રાજીનામા આપ્યા અને તેમણએ પ્રાપ્ત કરેલા અનેક પુરસ્કારોનો પણ ત્યાગ કર્યો,અને તેમણે ઈન્દીરા ગાંઘી સામે લડત ચલાવી તેમની અત્યાર સુધીની સમગ્ર રાજકીય પ્રતિભાને નુકશાન પહોચાડી તેમની ઈમેજ ખરાબ કરી અને તેમની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું,31 ઓક્ટોબર 1984મા તેમના એક અંગરક્ષકે 31 ગોળીઓ તેમના શરીરમાં ઉતારી શરીરને ચારણીની જેમ છાંણી નાખી હત્યા કરાઈ