Site icon Revoi.in

CJI યુયુ લલિતના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ – યસુપ્રીમકાર્ટમાં મહત્વના ચૂકાદાઓ આજે આપશે

Social Share

દિલ્હીઃચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો સુપ્રીમ કોર્ટમાં આજરોજ સોમવારે છેલ્લો દિવસ છે. આજે તેઓ છ મહત્વના કેસોમાં ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે તેઓ આવતી કાલે 8 નવેમ્બરે પોતાના સેવાકાળમાંથી નિવૃત્ત થી રહ્યા છે.

આ પહેલા તેઓએ સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીના એવા ઘણા અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો જેઓ નિવૃત્ત થયા પછી પણ એક્સટેન્શન પર ચાલી રહ્યા હતા. સાથે જ પૂર્વ ચીફ જસ્ટિસ દ્વારા ડેપ્યુટેશન પર રાખવામાં આવેલા અધિકારીઓને પણ હટાવાયા હતા.

આવતી કાલે તેમનું સ્થાબીજા સિનિયર-મોસ્ટ જજ જસ્ટિસ ડૉ. ડીવાય ચંદ્રચુડ  લેશે જેઓ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે.આજરોજ સોમવારે કોર્ટમાં જસ્ટિસ લલિત નક્કી કરશે કે સામાન્ય વર્ગના આર્થિક ગરીબોને 10 ટકા અનામત આપી શકાય કે નહીં. આ અનામત બંધારણમાં 103મા સુધારા દ્વારા લાવવામાં આવી છે. આ સુધારા અધિનિયમ, 2019 સાથે, બંધારણની કલમ 15 અને 16માં કલમ 6 ઉમેરવામાં આવી છે. તેને ગેરબંધારણીય જાહેર કરીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

આ સાથે જ તેઓ બીજો નિર્ણય આમ્રપાલી હાઉસિંગ સ્કીમના ખરીદદારોને ફ્લેટ મેળવવા અથવા તેમના પૈસા આપવાનો છે. બાકીના ચાર ચુકાદા સામાન્ય છે.આ 6 ચૂકાદાઓ તેમના કાર્યકાળના અંતિમ ચૂકાદાઓ હશે ત્યાર બાદ તેઓ પોતાની આ સેવામાંથી નુવૃત્ત થશે.

Exit mobile version