Site icon Revoi.in

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભાવિકોની લાંબી કતારો લાગી

Social Share

રાજકોટ :હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે મહામારીના ઘટી ગયેલ કહેર વચ્ચે આજે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી હતી.

વહેલી સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંઘ્યું હતું. આજે સવારે મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો.

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખૂલેલ તે સમયે મોટી સંખ્યામાં શિવ ભકતો ઉમટ્યા હતા. અને હર હર મહાદેવ…. ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બની ગયુ હતું.

સોમનાથ મંદિરએ આવનાર ભાવિકો કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રથમ પાસ કઢાવ્યા બાદ સોશ્યલ ડીસ્ટન્સના રાઉન્ડ મુજબ કતારબંઘ લાઇન પર ચાલી શીશ ઝુકાવી રહ્યા હતા.

કોરોનાને કારણે ઘણા સમયથી મંદિરના દ્વાર બંધ હતા.ત્યારે કોરોનાના કેસ ઘટતા ફરી એકવાર તમામ મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે.અને હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ત્યારે ભક્તો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.