Site icon Revoi.in

આજે વિશ્વ પર્યાવરણ દિવસ , જાણો શા માટે 5 જૂનના રોજ મનાવાય છે આ દિવસ અને  તેને ઉજવવા પાછળનો શું છે ખાસ હેતુ

Social Share

એક કહેવત છે કે દરેક વ્યક્તિએ એટલા લાકડા તો ઉગાવવા જ જોઈએ કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેને બાળવામાં કામ લાગે, અર્થાત દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ ,કદાચ સંજોગોવશ તેને કાપવામાં આવે તો તેની સરખામણીમાં બીજા વૃક્ષો વાવવા જોઈએસ કારણ કે માનવ જીવનને શુદ્ધ વાતાવરણ વૃક્ષો આપે છે,સમગ્ર વિશ્વભરમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પર્યાવરણને સુરક્ષિત અને પ્રદુષણ મૂક્ત રાખવું તે દરેક માનવીની ફરજ છે.,જો કે માનવી આ ફરજ ચૂકી રહ્યો છે. વધતી જતી વસ્તી, ફેક્ટરીઓ, પ્લાસ્ટિકનો કચરો કે કેમિકલ મોટા પ્રમાણે પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે અને આ નુકશાન થતા અટકે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુંથી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પર્યાવરણ દિવસ ઉજવવાનો ખાસ હેતુ

વિશ્વ પર્યાવરણ દિવસ એ પર્યાવરણને સમર્પિત દિવસ છે અને પર્યાવરણીય મુદ્દાઓ વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. તે વિવિધ સમાજો અને સમુદાયોના લોકોને ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેવા તેમજ પર્યાવરણીય સુરક્ષાના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરે છે.

લોકોને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવા દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ આ ઉજવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પર્યાવરણ પર કેવી રીતે અને શા માટે વધુ ધ્યાન આપવું જોઈએ તે અંગે જાગૃતિ લાવવા માટે UNEP ખાનગી ભાગીદારી અને સામુદાયિક મેળાવડા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.સંસાધનોનું વધતું જતું શોષણ અને પ્રદૂષણ એ પર્યાવરણ માટે સૌથી મોટા જોખમો છે. વિશ્વભરના લોકો આ અંગે જાગૃત થાય તે સુનિશ્ચિત કરવા માટે, UNEPએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કર્યો છે.

જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરુઆત થઈ?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ  વર્ષ 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પર્યાવરણ સંરક્ષણને મુખ્ય મુદ્દો બનાવવા માટે તે પ્રથમ વિશ્વ પરિષદ હતી. UNEPની સ્થાપના એ જ વર્ષે કરવામાં આવી હતી.

વર્ષ 1973માં પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે, 193 સભ્ય દેશો UNEPનો ભાગ છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને દિવસને ચિહ્નિત કરે છે. વર્વષ 2022 માં UNEP તેના અસ્તિત્વના 50 વર્ષની ઉજવણી કરી હતી.