Site icon Revoi.in

આજે વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વધારાને લઈને લોકોમાં જાગૃતિ લાવવા વર્ષ 1989 થી આ દિવસ ઉજવવામાં આવે છે

Social Share

દિલ્હીઃ- આજે ઘણા દેશોની મોટી સમસ્યા એટલે વસ્તી વધારો છે, વસ્તી વધારાને લઈને એનેક સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે આજનો દિવસ વસ્તી ને લઈને ખાસ છે,11 જુલાઈના રોજ વિશ્વભરમામં વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ખાસ રીતે આ દિવસની ઉજવણીનો હેતું વસ્તી વધારાને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે,જેથી કરીને જનસંખ્યાને નિયંત્રણમાં લાવી શકાય.

જાણો ક્યારથી ઉજવાય છે આ દિવસ

આજરોજ ૧૧ મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે  મનાવવામાં આવે  છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં વસ્તી-વધારાની સમસ્યાઓ ખૂબ જોવા મળી રહી છે જેને કારણે કેટલીક વિકટ પરિસ્થિતિઓનો સામનો દરેક દેશે કરવો પડી રહ્યો છે.વર્ષ 1987માં જ્યારે વિશ્વની કુલ વસ્તી પાંચ અબજના ગ્રાફને વટાવી ગઈ હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્રારા વર્ષ  1989ના રોજ થી  આ વસ્તી દિવસ મનાવવાની શરુઆત કરવામાં આવી હતી.આ દિવસે અનેક કાર્યક્રમો અને યોજનાઓ થકી વસ્તીને નિયંત્રણમાં લાવવાના પ્રયાસોના કાર્યો કરવામાં આવે છે.

જાણો વસ્તી વધારાના કારણે સર્જાતી સમસ્યાઓ 

વધુ વસ્તી ઘરાવતા દેશમાં ખાદ્ય કટોકટી, પર્યાવરણીય પ્રદૂષણ, રોજગાર સંકટ, શિક્ષણનો અભાવ અને મોંઘવારી જેવી સમસ્યાઓ સર્જી રહી છે. ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.વિશ્વના વિકાસશીલ દેશોમાં બહોળા પ્રમાણમાં વસ્તી વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં તો વસ્તી વિસ્ફોટના દરના આગળ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે લગભગ  8 કરોડ 30 લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ભારત પર વસ્તી વધારાનું સંકટ

ભારત પાસે વિશ્વના માત્ર 2.4 ટકા જમીન વિસ્તાર છે અને વિશ્વની 18 ટકા વસ્તી ભારતમાં વસી રહી છે. માહિતી અનુસાર, 2001 અને 2011ની વસ્તી ગણતરી વચ્ચે દેશમાં લગભગ 18 ટકા વસ્તી વધી છે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન પ્રમાણે, જો ભારતની વસ્તી આ દરે વધતી રહેશે, તો 2027 ની આસપાસ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.