Site icon Revoi.in

આજે પીએમ મોદીના સત્તામાં પુરા થયા 20 વર્ષઃ વિશ્વભરમાં બન્યા છે પ્રસિદ્ધ નેતા

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દેશની કોઈ પણ સ્થિતિમાં જનતા સાથે સંબાદ કરતા રહેતા હોય છે, દેશની જનતા વચ્ચે રહીને આજે તેઓએ પોતાના રાજકિય સફરના 20 વર્ષ પુરા કર્યા છે, તેઓ માત્ર ભારતમાં જ નહી વિશ્વભરમાં પ્રસિદ્ધ નેતા તરીકે ઓળખાતા થયા છે.

આ 20 વર્ષ દરમિયાન છેલ્લા બે દાયકામાં મોદી એક મજબૂત નેતૃત્વ તરીકે ભભરી આવ્યા છે,  તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. દરેક ચૂંટણીઓમાં ભાજપનો પીએમ મોદી વિશ્વાસપાત્ર ચહેરો છે. પીએમ મોદીએ ઓક્ટોબર 2001થી અત્યાર સુધી સતત 20 વર્ષથી ચૂંટાયેલી સરકારના વડા રહ્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી એટલે કે, 12 વર્ષ અને 277 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ત્યાર બાદ  તેઓ આજ દિન સુધી વડાપ્રધાન તરીકે દેશની સત્તા ચલાવી રહ્યા છે.

પીએમ મોદીને જવાહર લાલ નેહરુ અન ઈન્દિરા ગાંધી પછી પીએમ મોદી એવા નેતા છે જે સૌથી વધુ વખત ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કર્યું છે. ભારતના 14 વડાપ્રધાનોમાંથી અત્યાર સુધીમાં 6 વડાપ્રધાનો મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, તેમાં પીએમ મોદીનો પણ સમાવેશ થાય છે., મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનેલાઓમાંથી પીએમ મોદીની ટર્મ સૌથી લાંબી લગભગ 13 વર્ષ  ચાલી હતી.

2014માં ભાજપે 1884 પછી પહેલી વખત લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવવામાં સફળતા પામી હતી પાંચ વર્ષ પછી 2019માં તેણે 37.36 ટકાના રેકોર્ડ વોટશેર સાથે 300 પ્લસ બેઠકો પોતાના નામે કરીને જીત મએળવી હતી, મોદીજીને મળી રહેલા જનસમર્થનના કારણે જ 2014થી દરેક ચૂંટણીઓમાં ભાજપ તેમના નામે જ ચૂંટણી લડાઈ રહી છે અને જીતી પણ રહ્યા છે.. પીએમ મોદીના કારણે જ કેટલાક રાજ્યોમાં કોંગ્રેસને હટાવીને ભારતીય રાજકારણમાં ભાજપને મહત્વનું સ્થાન ગ્રહણ કર્યું છે, આજે દેશના એવા રાજ્યો કે જ્યા કોંગ્રેસની જ સત્તા વર્ષોથી હતી ત્યા પણ પીએમ મોદીના ચહેરાએ સારી પ્રસિદ્ધી પામી છે.

 

 

પીએમ મોદી હાલમાં દેશમાં સૌથી વિશ્વાસપાત્ર માસ લીડર છે અને તેમની લોકપ્રિયતાએ ભાજપને રાજ્યો અને દેશની ચૂંટણીઓમાં જીતવામાં દર વખતે મદદ કરે છે, તેમનું નામ હવે દેશભરમાં એટલી હદે નામના મેળવી ચૂક્યું છે કે જ્યા પણ જાઓ પીએમ મોદીના ગુણગાન ગવાતા હોય છે. પીએમ મોદીની  દેશના લોકો માટે અનેક યોજનાઓ વિકસાવી છે દેશના લોકોને અનેક રીતે સહાય પુરી પાડી છે.

Exit mobile version