Site icon Revoi.in

આજે પીએમ મોદી હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનર્સને સંબોધિત કરશે – ગૃહમંત્રી  પણ હાજર રહેશે

Social Share

 

દિલ્હીઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવાર નવાર અનેક સંસ્થાઓ તેમજ શૈક્ષિણક સંસ્થાઓ અથવા તો વિદ્યાર્થીઓ કે પછી દેશની સેવા સાથે જોડાયેલા અનેક લોકોને સંબોધિત કરતા જોવા મળે છે, ત્યારે આજે ફરી એક વખત વર્ચ્યૂઅલ રીતે હૈદરાબાદમાં આવેલી પોલીસ એકડેમીમાં પીએમ મોદી એક કાર્યક્રમામાં જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ એટલે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનર્સને સંબોધિત કરશે. મળતી માહિતીપ્રમાણે, વડાપ્રધાનનું આ સંબોધન વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવશે. આ સમગ્ર બાબતે વડાપ્રધાન કાર્યાલયે વતેલા દિવસને શુક્રવારે જણઆવ્યું હતું કે,આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પ્રોબેશનર્સ સાથે પણ વાતચીત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં આવેલી આ પોલીસ એકેડમી દેશની અગ્રણી પોલીસ તાલીમ સંસ્થા છે. તે ભારતીય પોલીસ સેવાના અધિકારીઓને તાલીમ આપે છે અને આઈપીએસ અધિકારીઓની સેવા માટે વિવિધ ઇન-સર્વિસ અભ્યાસક્રમો ચલાવે છે.