Site icon Revoi.in

આજે વીર સાવરકરની જન્મજયંતિ,નવા સંસદના સેન્ટ્રલ હોલમાં અપાશે શ્રદ્ધાંજલિ  

Social Share

દિલ્હી : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે એટલે કે આજે છે. નવા સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ પણ પ્રસારિત થવાનો છે. સવારે 11 વાગ્યે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ભાજપના તમામ સાંસદો સંસદ ભવનનાં બાલયોગી સભાગૃહમાં ‘મન કી બાત’ સાંભળશે. ભાજપના તમામ સાંસદોને સેન્ટ્રલ હોલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

‘મન કી બાત’ કાર્યક્રમ પછી તરત જ સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સાંસદોએ સવારે 11.45 વાગ્યા સુધીમાં પોતાની બેઠકો પર બેસી જવું પડશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરશે.

સૌપ્રથમ સવારે હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને તેની સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે ઘણા વિરોધ પક્ષોએ પણ વિરોધ કર્યો હતો કે ભાજપ સરકાર સાવરકરની જન્મજયંતિ પર જ નવી સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહી છે. તમામ વિપક્ષી દળોએ પણ સંસદના ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કર્યો છે.