Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ કાંસ્ય મેડલ જીતનારી બોક્સર લવલીનાના ઘર સુધી બનાવાશે પાકો રસ્તો

Social Share

દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનએ ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ હાંસલ કર્યો છે. જેવો ઓલિમ્પિકમાં લવલીનાનો મેડલ મળવાની શકયતાને પગલે તેના અસમના ઘરે જતા કાચા રોડને પાકો કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય વિશ્વજીત ફુકનએ લવલીનાના ઘર સુધીના રસ્તા ઉપર પથ્થર નખાવીને રસ્તો પાકો કરાવ્યો છે. તેમજ ઝડપથી આ રોડને પૂર્ણ કરવામાં આવશે.

બોક્સર લવલીનાએ ટોક્યો ઓલિમ્પિક રમતમાં ભારતને પહેલો બોક્સરનો મેડર સુનિશ્ચિત કર્યો હતો. તેણે 30મી જુલાઈના રોજ પૂર્વ વિશ્વ ચેમ્પિયન ચીનની નિએન ચિન ચેનને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય વિશ્વજીત ફુકનએ મેડલ જીત્યા બાદ મહિલા બોક્સરના ઘર સુધી પાકો રોડ બનાવવાની પહેલ કરી છે.

લનલીનાના પિતા ટિકેનએ જણાવ્યું હતું કે, હવે જ્યારે તેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે તો સરકાર રસ્તો બનાવી રહી છે જેથી હું વધારે ખુશ છું. આ લવલીના અને અમારા ગામ માટે સરકાર તરફથી મોટી ગીફ્ટ છે. સરકાર દ્વારા કરવામાં આવેલી મદદથી સ્થાનિક યુવાનોમાં દેશ માટે કંઈ કરવાની રુચી વધારી છે. તેમજ તેમાં સક્રિય રીતે ભાગ લેતા થયાં છે.

સ્થાનિક રહેવાશી ઋતુરાજએ જણાવ્યું હતું કે, અસમ સરકારે લનલીનાની પ્રગતિમાં મદદ કરી છે. તેના અભ્યાસમાં મદદ માટે અસમના મુખ્યમંત્રીએ 7 લાખની કરેલી મદદથી પાંચ લાખ આપ્યાં છે. જ્યારે તેમને મેડલ મળ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રીને વાત કરી હતી. ત્યારથી ગામના લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે.