Site icon Revoi.in

ટોક્યો ઓલેમ્પિકઃ મેરી કોમ સહિતના ભારતીય બોક્સરો પાસે મેડલની આશા

Social Share

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશના ખેલાડીઓ ટોક્યો ઓલેમ્પિકની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષ ભારતને મેરી કોમ સહિતના બોક્સરો પાસે વધારે મેડલની આશા છે. બીજી તરફ ભારતને મેડલ અપાવવા માટે આ બોક્સરો અત્યારે ટ્રેનીંગ લઈ રહ્યાં છે.

મેરી કોમ ફરી એકવાર ઓલેમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 46 અને 48 કિગ્રા વર્ગમાં રમી ચુક્યાં છે. 3 વર્ષ પહેલા તેમણે એઆઈબીએ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. છ વાર વિશ્વ ચેમ્પિયન બનનારી બોક્સર મેરી કોમ પાસે આ વખત ઓલેમ્પિકમાં મેડલની આશા રાખવામાં આવી રહી છે. 38 વર્ષીય મેરી કોમ ઈટલીમાં ઓલેમ્પિકની તૈયારીઓ કરી રહી છે. 2012 ઓલેમ્પિકની કાંસ્ય મેડલ વિજેતા મેરી કોમ 51 કિગ્રામાં પડકાર આપશે.

આ ઉપરાંત દેશના સ્ટાર પુરુષ બોક્સર અમિત પંધાલ પાસે પણ મેડલની આશાઓ વધી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેટલ જીતનારા અમિત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અનેક મેડલ જીતી ચુક્યાં છે. તેઓ ટોક્યો ઓલેમ્પિકમાં 52 કિગ્રામાં પડકાર રજૂ કરશે. હરિયાણાના વિકાસ કૃષ્મ ત્રીજી વખત ઓલેમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યાં હતા. એટલું જ નહીં ટોક્યોમાં 69 કિગ્રામાં મેડલની આશા છે. હિસારના આ બોક્સરે 2018માં 75 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

91 કિગ્રામાં સતીશ કુમાર પડકાર ઉભો કરશે. તેઓ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યાં છે. આ ઉપરાંત પાંચ વાર રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચુક્યાં છે. સતીશ પ્રથમવાર ઓલેમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયો ઓલેમ્પિકમાં ક્વોલિફાઈ નહીં કરી શકનારી પૂજા રાની આ વખત ટોક્યો ઓલેમ્પિકમાં ભાગ લેશે. તેઓ હાલ ઈટલીમાં તાલીમ લઈ રહ્યાં છે. તેમણે એશિયન ક્વોલિફાયરમાં થાઈલેન્ડની પોરનિયાને હરાવી હતી. આ 75 કિગ્રાનો પડકાર આપશે. ભારત માટે 69 કિગ્રામાં મહિલા બોક્સર લવલીન પડકાર આપશે. તેમણે 2018 અને 2019માં વર્લ્ડ ચેમ્પિશિયમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ બે વાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્પ મેડલ જીતી ચુક્યાં છે.

(PHOTO: Social media)