Site icon Revoi.in

ટોક્યો ઓલેમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ માટે કરી રહી છે પ્રેકટીસ

Social Share

દિલ્હીઃ ભારતીય પુરુષ હોકી ટીમ ઓલેમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ ઉપરાંત બે વાર કાંન્સ અને એકવાર સિલ્વર મેડલ જીતી ચુકી છે. જો કે, અંતિમવાર સફળતા 41 વર્ષ પહેલા 1980માં મોસ્કો ઓલેમ્પિકમાં મળી હતી. તે સમયે કેટલીક મોટી ટીમો ગેરહાજરમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો. તે બાદ ભારતીય હોકી ટીમને કોઈ મેડલ મળ્યો નથી. જો કે, આ ઓલેમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેપ્ટન મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમ હાલ તૈયારીઓ કરી રહી છે.

રિયો ઓલેમ્પિક બાદ ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. ટીમને એફઆઈએચ સીરિઝમાં શાનદાર પ્રદર્શનથી ઓલેમ્પિકમાં ક્વોલિફાઈ થઈ છે. વર્ષ 2016-17માં ભારતીય ટીમ વર્લ્ડ લીગની મેડલિસ્ટ રહી છે. વર્ષ 2017માં એશિયા કપમાં પણ ભારતની જીત થઈ હતી. વર્ષ 2018માં ચેમ્પિયન ટ્રોફી અને એશિયન ગેમ્સમાં મેડલ જીત્યાં હતા. ટીમ વર્ષ 2018માં એશિયમ ચેમ્પિયનશીપ જીતી હતી.

ભારત આ વખતે ઓલેમ્પિક ચેમ્પિયન અર્જેટીના સાથે ગ્રુપ-એમાં છે. ગ્રુપની અન્ય ટીમમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્પેન અને જાપાનનો સમાવેશ થાય છે. ભારત તા. 24મી જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમને કેપ્ટન મનપ્રીત અને ઉપકપ્તાન હરમનપ્રીત અને વીરેન્દ્ર લાકડાના અનુભવનો ફાયદો થશે.રૂપિંદર પાલ સિંહના રૂપમાં ભારત પાસે બે ડ્રેગ ફિલકર્સ હાજર છે. ટીમ મેચમાં અંતિમ સમયમાં ગોલ ન થાય તથા અન્ય ખાસ રણનીતિ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. મેચના અંતિમ સમય એટલે કે 5થી 10 મિનિટમાં ડિફેન્સ પોતાની પાસે બોલ ન રાખે અને વિપક્ષી ટીમના સર્કલમાં લઈ જવાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.