- પુરુષ હૉકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
- ભારતની મેડલ જીતવાની આશ જીવંત
દિલ્હીઃ- ટોક્યો ઓલમ્પિક્સનો આજે સાતમો દિવસ છે, જે ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ દેખાઈ રહ્યો છે. આજે ભારતીય રમતવીરો શૂટિંગ, બોક્સિંગ, બેડમિંટન અને ગોલ્ફમાં પોતાનો પડકાર રજૂ કરનાર છે. જ્યારે હોકીમાં ભારતીય ટીમનો મુકાબલો આર્જેન્ટિના સાથે થયો છે. ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે મિશ્રિત રહ્યો. દીપિકા કુમારી, પૂજા રાણી અને પીવી સિંધુના સારા પ્રદર્શનથી ભારતની ચંદ્રક જીતવાની આશા જીવંત રહી છે.
આજે ભારતીય ફેન્સની નજર સૌથી પહેલા મનુ ભાકર પર હશે.ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બીજી ગેમ 21-13થી જીતીને તેના નામે કરી જે તેમણે માત્ર 41 મિનિટમાં જીતી લીધી હતી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે.ત્યારે હવે ભારતની મેડલની આશ તેમણે જદીવંત રાખી છે.
તો બીજી તરફ હૉકીની રમતમાં ભારતના ખેલાડીઓનું સારુ પ્રદર્શન જોવા મળ્યું હતું, હૉકીમાં ભારતની પુરુષ ટીમે ખૂબ સારુ પ્રદર્શન કરીને રિયો ઓલિમ્પિકના ચેમ્પિયન અર્જેન્ટીનાને 3-1થી માચ આપી દીધી છે. ભારત તરફથી વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. ભારતીય ટીમની ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે સ્પેન અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી.
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ અંતિમ આઠમાં પહોંચી ગઈ છે. તેણે છેલ્લા 16 મેચમાં મહિલા સિંગલ્સમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 2-0થી હરાવી હતી. સિંધુએ પ્રથમ રમત 21-15 અને બીજી રમત 21-13થી જીતી હતી. હવે સિંધુનો આગલો મુકાબલો યમગુચીનો સામનો થશે.