Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી.

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જલાલપોર અને ખેરગામમાં ભારે વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયાં હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા આગામી દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. રાજ્યની મેગાસિટી અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. સારા વરસાદને પગલે ખરીફ પાકનું જંગી ઉત્પાદન થવાની આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

(PHOTO-FILE)