Site icon Revoi.in

વરસાદની સિઝનમાં સાપુતારામાં કૂદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓની ભીડ -30 જુલાઈથી શરુ થશે મોનસુન ફેસ્ટિવલ

Social Share

સાપુતારાઃ ચોમાસાની વરસાદી સીઝનમાં ગિરિમથક એવા સાપુતારાનું  સૌંદર્યં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, ડૂંગર માળાઓમાં ચારેબાજુ ખળખળ વહેતા ઝરણાઓ, અને નાના-મોટા ધોધ તેમજકૂદરતનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. અને આ નજારાને મનભરીને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. અને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી તા. 30મી જુલાઈથી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જે એક મહિના સુધી શરુ રહે છે.

ડાંગ-સાપુતારામાં ચોમાસાની ઋતુ દરમિયાન દેશના ખૂણેખૂણાથી પ્રકૃતિનું સૌંદર્ય માણવા લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે. ત્યારે આગામી 30 જુલાઇથી સાપુતારામાં  મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.  જે એક મહિના સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે આજે નિવાર હોવાથી વિકેન્ડનો લાભ લેવા મોટા ભાગના પ્રવાસીઓ હિલસ્ટેશને પુહોંચ્યા છે, ખાસ કરીને રિસોર્ટ અને હોટલો પણ ફૂલ થઈ ચૂક્યા છે તો બીજી તરફ અહીનું વાતાવરણ અંત્યત રમણીય બનેલું જોવા મળ્યું છે.ત્યારે રવિવારના રોજ આજુબાજુ વિસ્તારના લોકો હજી મોટા પ્રમાણમાં આવે તેવી શક્યતાઓ છે.

આ સાથે જ આગામી દિવસોમાં મોનસુ ફેસ્ટિવલ પણ શરુ થવા જઈ રહ્યો છે જેને 15 દિવસ જ હવે બાકી રહ્યા છએ આ ફેસ્ટિવલમાં દર વર્ષે ગુજરાતના આ હરિયાળી હિલ સ્ટેશન પર આદિવાસીના પરંપરાગત ભોજન અને વાનગીઓ લિજ્જત માણવા માટે લાખો લોકો આવતો હોય છે આસરહીત પ્રવાસીઓ એડવેન્ચરની મજા માણતા હોય છે.

ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળો પણ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહે છે. ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રનાં નેજા હેઠળ ઋતુ આધારીત મોન્સૂન ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, ફૂડ ફેસ્ટિવલ સહિત કાઈટ ફેસ્ટિવલ પ્રવાસીઓનું આકર્ષણ બને છે.

Exit mobile version