Site icon Revoi.in

નવા વર્ષની ઉજવણીને લઈને શિમલા મનાલીમાં પ્રવાસીઓનો જમાવડો

Social Share

શિમસાઃ- તાજેતરમાં ક્રિસમસની ઉજવણી થઈ છે ત્યારે ક્રિસમસની રજાઓનો લાભ લેવા ઠેર ઠેરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી આવી રહ્યા છે,અહી નવા વર્ષની  ઉજવણીને લઈને પ્રવાસીઓની ભારે ભીડ જોવામ ળી છે, હોટલો ફૂલ છે તો રસ્તાઓ પર ગાડીઓની લાંબીલાઈનો પણ જોવા મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીં સ્નોફોલની મજા માણવા આવકા લોકોની સંખ્યા વધી જાય છે.હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ક્રિસમસ તેમજ નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓનો ધસારો છે. શિમલા, મનાલી સહિત રાજ્યના તમામ પ્રવાસન સ્થળો આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યાં છે.કોરોનાના બે વર્ષ બાદ દરેક જગ્યાએ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અહી રેકોર્ડબ્રેક પ્રવાસીઓ મનાલી પહોંચી રહ્યા છે.

જાણકારી અનુસાર ક્રિસમસના દિવસે અટલ ટનલ રોહતાંગમાંથી રેકોર્ડબ્રેક વાહનો પસાર થયા છે. લાહૌલ સ્પીતિને બાકીના વિશ્વ સાથે જોડતી અટલ ટનલ રોહતાંગમાંથી 48 કલાકમાં લગભગ 30 હજાર વાહનો પસાર થયા હોવાની જાણકારી મળી રહી છે.આ સાથે જ હિમાચલ પ્રદેશમાં, અટલ ટનલ, રોહતાંગ અને અન્ય ઊંચા શિખરો પર સોમવારે હિમવર્ષા જોવા મળી છે.. ક્રિસમસ માટે મનાલી પહોંચેલા હજારો પ્રવાસીઓ બરફ જોવા માટે અટલ ટનલ રોહતાંગ થઈને લાહૌલ પહોંચ્યા હતા. પરંતુ બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો અને બરફ પડવા લાગ્યો. બીજી તરફ લાહૌલ-સ્પીતિના પોલીસ અધિક્ષક માનવ વર્માએ જણાવ્યું કે લાહૌલ-સ્પીતિના દક્ષિણ પોર્ટલમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી છે.