Site icon Revoi.in

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું,બેંકોના કર્મચારી પર સંગઠનમાં થશે સામેલ

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે.બેંક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંકિંગ લો એક્ટ 2021 સામે વિરોધ કરશે.સ્ટેટ બેંકે ગ્રાહકોને જાણ કરી છે કે,28-29 માર્ચ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે.

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના સંયુક્ત ફોરમે સરકારની નીતિઓને કર્મચારી વિરોધી ગણાવીને સોમવાર અને મંગળવારે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને આ હડતાળને સમર્થન આપ્યું છે.આ કર્મચારી યુનિયનોની 22 માર્ચે બેઠક મળી હતી.તમામ રાજ્યોમાં તેમની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ બે દિવસ માટે હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે,તેઓ આ હડતાલ કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ સામે કરી રહ્યા છે.બેંક યુનિયન જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે.સરકારે 2021ના બજેટમાં વધુ બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

બેંકમાં એવા ઘણા કર્મચારીઓ છે, જેઓ નિવૃત્ત થવાના છે, જો તેઓ હડતાળમાં જોડાશે તો તેમની સેવા સુવિધાને અસર નહીં થાય.કોલસા, સ્ટીલ, તેલ, ટેલિકોમ્યુનિકેશન, પોસ્ટલ વિભાગ અને વીમા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આ હડતાળમાં ભાગ લે તેવી શક્યતા છે. આ હડતાળને સફળ બનાવવા માટે રેલ્વે અને સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓના સંગઠનો મોટા પાયે અભિયાનમાં લાગેલા છે.

 

Exit mobile version