Site icon Revoi.in

વેપારીઓએ વજનમાપ ચકાસણીના સર્ટી માટે હવે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વજનથી ચિજ-વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓને વજન તોલમાપ માટે તોલમાપ વિભાગનું સર્ટી. ફરજિયાત લેવું પડે છે. વેપારીઓ દ્વારા વજનમાં કોઈ ગોલમાલ કરવામાં આવે નહીં અને ગ્રાહકો છેતરાય નહીં તે માટે સમયાંતરે વેપારીઓએ પોતાના વજનકાંટાનું વેરિફિકેશન કરાવતા રહેવું પડે છે. જેમાં વેપારીઓને તાલમાપ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. હવે સરાકરે વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન પોર્ટલ પર સેવા મળી રહે એવું આયોજન કર્યું છે. વેપારીઓએ વજનમાપ વેરિફિકેશન અને ચકાસણી માટે હવે તોમલાપ વિભાગની કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં. સંબંધિત તમામ વેપારીઓએ વજનમાપ ચકાસણી માટે આઇએફપી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તોલમાપ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વેપારીઓને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે ઓન લાઈન સેવા શરૂ કરવામાં આવી છે. વેપારીની ઓનલાઈન અરજીના આધારે ઇન્સ્પેકટર સ્થળ પર વજનમાપની ચકાસણી કરશે અને ઓફિસ જઇને ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે. વેપારી પોતાની રીતે ડાઉનલોન કરીને સર્ટિફિકેટ મેળ‌વી શકશે. ઓનલાઇન કામગીરી ફરજિયાત હોવા છતાં ખૂબ ઓછા પ્રમાણમાં થતી હતી. જેની ગંભીર નોંધ લેવાયા બાદ હવે ફરજિયાત કરી દેવાઇ છે.

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ કહ્યું કે, ઓનલાઇન કામગીરી માત્ર પેટ્રોલપંપ અને વેબ્રિજ, ઇલેકટ્રોનિક્સ વજનકાંટા બનાવનારના વેપારી પર અમલ થતો હતો. સરકારના આદેશથી રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા વિભાગ તરફથી ઓનલાઇન કામગીરી કરવા પોતાના વિભાગના ઇન્સ્પેકટરોને ટેબલેટ, સિમકાર્ડ અને ડોંગલ સહિતના સાધનો અપાયા હતાં. આમ છતાં કામગીરી થતી ન હતી.