Site icon Revoi.in

TRAIએ બદલી નાખ્યા સિમથી જોડાયેલા નિયમ, જાણો નવા નિયમ

Social Share

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈન્ડિયા એ મોબાઈલ યુઝર્સ માટે સિમ કાર્ડ સબંધી નિયમો જારી કરવામાં આવ્યા છે. જે આજ વર્ષમાં 1 જૂલાઈથી દેશભરમાં લાગૂ કરી દેવાશે.

TRAIના નવા નિયમ લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન ફ્રોડને રોકવાનું છે. જેનાથી સામાન્ય મોબીલ યુઝર્સને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

TRAI મુજબ, જે મોબાઈલ યૂઝર્સએ તેમના સિમ કાર્ડને સ્વૈપ (સિમ કાર્ડની અદલા બદલી) કર્યા છે, તે પોતાના ફોન નંબર પોર્ટ કરી શકેશે નહી.

TRAI નું કહેવુ છે કે આ પગલુ ફ્રોડની ઘટનાઓને રોકવા માટે લોવામાં આવ્યું છે. તેનો હેતુ એ છે કે ફ્રોડ કરવા વળા લોકો સિમ સ્વૈપિંગ કરી તરત જ મોબાઈલ કનેક્શનને પોર્ટ ન કરી શકે.

આજકાલ સિમ સેવૈપિંગને લઈને વારંવાર ફ્રોડના મામલા વધી રહ્યા છે. આ ફ્રોડમાં લોકો પાનકાર્ડ અને આધઆરકાર્ડના ફોટા સરળતાથી લઈ શકે છે અને મોબાઈલ ખોબાઈ જવાનું બહાનું બનાવીને નવું સિમ કાર્ડ જારી કરાઈ લે છે.

તેના પછી તમારા મોબાઈલ નંબર પર જે OTP આવે છે તે ફ્રોડ કરવા વાળા પાસે પહોંચી જાય છે. જેના કારણે તેઓ તેનો ઉપયોગ ફ્રોડ કરવા માટે કરે છે.