Site icon Revoi.in

અભિનેતા અક્ષય કુમારની ફીલ્મ ‘રક્ષાબંધન’ના ટ્રેલરની રિલીઝ ટેડ જાહેર

Social Share

મુંબઈઃ- તાજેતરમાં જ એક્શન હિરો એક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજે ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હોવા છત્તા અભિનેતા ખબરોમાં જોવા મળે છે, જો કે અક્યકુમારની અપકમિંગ ફિલ્મ રક્ષા બંધનની તૈયારીઓ ચાલી રહી છે તાજેતરમાં ફિલમની રિલીઝ ડેટ જાહેર કરવાનમાં આવી હતી ત્યારે હવે ફિલ્મના ટ્રેલરને લઈને સમાચાર આવી રહ્યા છે

ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં અક્ષયે કહ્યું છે કે ફિલ્મનું ટ્રેલર 21 જૂને રિલીઝ થશે.

અક્ષય કુમારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર સાથે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, ‘બહેનો જીવન છે… ભાઈઓ અને બહેનો પ્રેમના અતૂટ બંધનમાં બંધાયેલા છે. અહીં તેમની દુનિયાની એક ઝલક જોવાનો પ્રયાસ છે. રક્ષા બંધનનું ટ્રેલર 21મી જૂન 2022ના રોજ આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  ફિલ્મ  આનંદ એલ રાય નિર્દેશન કરી રહ્યા છે. અક્ષયે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રેમાં પણ આનંદ સાથે કામ કર્યું હતું.ત્યારે હવે અક્ષયન ીઆ ફિલ્મની દર્શકો આતપુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મના ટાઈટલ પ્રમાણે ફિલ્મ રક્ષાબંધનના દિવસેજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિલ્મ ‘રક્ષા બંધન’નું શૂટિંગ જૂન 2021માં શરૂ થયું હતું, જે ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થયું હતું. ચાહકો પણ આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સામે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Exit mobile version