Site icon Revoi.in

ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ તુફાનનું ટ્રેલર રિલીઝ થયું

Social Share

મુંબઈ : ફરહાન અખ્તરની બહુ ચર્ચિત ફિલ્મ તુફાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આજે આ ફિલ્મના નિર્માતાઓએ મીડિયા સમક્ષ ખુલાસા બાદ આ ટ્રેલર રિલીઝ કર્યું હતું. જેમાં સ્ટારકાસ્ટમાં ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર,પરેશ રાવલ સામેલ હતા.

આ ફિલ્મને ફરહાન અખ્તર સાથે રાકેશ ઓમપ્રકાશ મેહરા અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે. તુફાન 16 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

આ એક બોકસર તુફાનની વાર્તા છે,જે પહેલા સ્ટ્રીટ ફાઇટમાં પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરતો હતો.ત્યારબાદ તેને એક કોચ મળ્યા જે બાદ તેનું જીવન બદલાઈ ગયું.બોક્સિંગની દુનિયામાં ફરી એક તુફાને ધમાલ મચાવી, તેને આખી દુનિયામાં તેનું નામ બનાવી દીધું.

જુઓ ફિલ્મનું ટ્રેલર –

ફરહાન અખ્તરના ફેંસ હંમેશા તેની ફિલ્મોની રાહ જોતા હોય છે કારણ કે તે તેની ભૂમિકાઓ સાથે જે પ્રકારનો એક્સપેરિમેંટ કરે છે તેની ચર્ચા દુનિયાભરમાં થાય છે.ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં તેણે કરેલા પરિવર્તનથી દરેક તેના ફેંસ બન્યા. આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયું ત્યારથી જ લોકો તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા.

તુફાન એ બોક્સર અઝીઝ અલીની વાર્તા છે. અઝીઝની ભૂમિકામાં ફરહાન અખ્તરનું કામ જોવા લાયક છે. આ ફિલ્મમાં તેની હિરોઇન મૃણાલ ઠાકુર છે જેણે આ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેના સિવાય પરેશ રાવલની પણ મોટી ભૂમિકા છે. જેમણે કોચની ભૂમિકામાં ભજવી છે.

Exit mobile version