Site icon Revoi.in

અભિનેતા કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’નું હિન્દીમાં ટ્રેલર રિલીઝ – શાનદાર ડાયલોગ્સ અને એકશનથી છે ભરપુર 

Social Share

મુંબઈઃ- બોલિવૂડના પીઢ અભિનેતા કમલ હસન કોઇની ઓળખના મોહતાજ નથી તેમણે બોલિવૂડમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે ત્યારે હવે તેઓ સાઉથની ફિલ્મ વિક્રમ લઈને આવી રહ્યા છે.આજરોજ આ ફિલ્મનું હિન્દીમાં ટ્રેલર રિલીજ કરવામાં આવ્યું છે.જો કે આ એવો સમય ચાલી રહ્યો છે જ્યારે સાઉથની ફિલ્મોને મોટા પ્રમાણમાં દર્શકો મળતા જોવા મળે છે,એવી સ્થિતિમાં કમલ હસનને પણ હિન્દી ફિલ્મ રાસ આવશે કે નહગી તે જોવું રહ્યું

ઉલ્લેખનીય છે કે હવે સાઉથની ફઇલ્મો પમ બોલિવૂડને ટક્કર આપી રહી છે આવી સ્થિતિમાં હવે દક્ષિણ ભારતીય સિનેમા સ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’નું તમિલ ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને હવે હિન્દી ભાષી દર્શકોને ધ્યાનમાં રાખીને મેકર્સે ‘વિક્રમ’નું ટ્રેલર હિન્દીમાં પણ રિલીઝ કર્યું છે.

આ પહેલા સાઉથની ફિલ્મ બાહુબલી ,બાહુબલી 2. આરઆરઆ, કેજીએફ અને કેજીએફ 2 એ સિનેમા ઘરોમાં ધમાલ મચાવી હતી ત્યારે હાલ પણ કેજીએફ ટૂ રિલીઝ થયાના ઘણા દિવસો બાદ જોવામાં આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે કમલ હસનની આ ફિલ્મ વિક્રમ સિનેમાઘરોમાં પોતાનો કમાલ બતાવશે કે કેમ ? તેના માટે હવે ફિલ્મ રિલીઝ થવાની રાહ જોવી રહી