Site icon Revoi.in

રણવીર સિંહની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ – મસ્તી મજાકમાં આપ્યો દર્શકોને ખાસ મેસેજ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંહ પોતાની એક્ટિંગને લઈને દર્શકોના દિલમાં સ્થાન બનાવામાં સફળ રહ્યા છે તેમણે બોલિવૂડમાં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે ત્યારે ફરી એક વખત તેઓ જયેશભાઈ દોરદાર ફઇલ્મ લઈને આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી હતી ત્યાર હવે આજરોજ મંગળવારે ફિલ્મનું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે યશ રાજ ફિલ્મ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. જયેશભાઈ જોરદારને રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી અલગ ફિલ્મ છે. ટ્રેલર તમને હસાવશે,અને હાસ્યની સાથે સાથે સમાજને એક સુંદર મેસેજ પણ આપશે.

 

જૂઓ ટ્રેલર

રણવીર સિંહે  ફિલ્મ ’83’માં તે કપિલ દેવની ભૂમિકા આબેહૂબ ભજવીને લોકોના દિલ જીત્યા હતા ત્યારે હવે ફરી તે ગુજરાતી લૂકમાં દર્શકોના દિલ જીતવા આવી રહ્યો છે  જે તેનો હટકે લૂક અને નવા આવતાર કહી શકાય, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ લીલા’ બાદ હવે રણવીર સિંહ ફરી એકવાર ગુજરાતી છોરાના રોલમાં દર્શકોને જોવા મળશે