Site icon Revoi.in

ઋષિ કપૂરની લાસ્ટ ફિલ્મ ‘શર્માજી નમકીન’નું  ટ્રેલર રિલીઝ – આ ફિલ્મમાં એક જ પાત્ર બે અભિનેતા ભજવતા જોવા મળશે

Social Share

મુંબઈઃ-  બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂર ભલે આ દુનિયાને અલવિદા કહી ગયા હોય પરંતુ આજે પમ તેમના અભિનયની લોકો પ્રસંશો કરે છે એજ પણ તેઓની એક્ટિંગ લોકોના દિલમાં જીવંત છે, ત્યારે અભિનેતાની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું ટ્રેલર આજે રિલીઝ થઈ ચૂક્યું છે.

ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને થોડા સમય બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં તેમનું પાત્ર  પછી અભિનેતા પરેશ રાવલે ભજવ્યું હતું. 

એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખરેખર શાનદાર છે. આ ટ્રેલર જોઈને ફેન્સ ઈમોશનલ  થયા છે.ઉલ્લેખનીય છે કે હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત અને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ હની ત્રેહાન અને મેકગફીન પિક્ચર્સના અભિષેક ચૌબેના સહયોગથી નિર્મિત, ‘શર્માજી નમકીન’ 31 માર્ચે પ્રાઇમ વીડિયો પર વિશ્વના 240 દેશો અને પ્રદેશોમાં પ્રિમિયર થશે. .

જો ફિલ્મ વિશે વાત કરીએ તો  ફેમિલી એન્ટરટેનરમાં જૂહી ચાવલા, સુહેલ નય્યર, તારુક રૈના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર સહિત દિવંગત ઋષિ કપૂર અને પરેશ રાવલ સહિતના સ્ટાર્સ જોવા મળે છે.

 હિન્દી સિનેમામાં પહેલીવાર ‘શર્માજી નમકીન’માં બે દિગ્ગજ કલાકારો ઋષિ કપૂર અને પરેશ રાવલ એક જ પાત્ર ભજવી રહ્યા છે. મસાલેદાર અને ઘણા બધા પ્રેમથી ભરપૂર, ટ્રેલર આત્મ-અનુભૂતિની સંબંધિત અને હૃદયસ્પર્શી વાર્તા અને નિવૃત્ત વિધુરની શોધ દર્શાવે છે જે પોતાને વ્યસ્ત રાખવા અને એકલતાથી દૂર રહેવા માટે ગમે તે કરશે તે આ ફિલ્મમાં જોવા મળશે.