Site icon Revoi.in

શ્રેયસ તલપડેની ફિલ્મ ‘કોન બનેગા પ્રવિણ તાંબે’નું ટ્રેલર રિલીઝ

Social Share

મુંબઈ – બોલિવૂડમાં ક્રિકેટને લઈને અને ક્રિકેટરના જીવન પર અનેક બાયોપિક બની છે ત્યારે હવે વધુ એક ક્રિકેટરના જીવનની બાયોપિક રિલીઝ થવાની લાઈનમાં જોવા મળે છે.અભિનેતા શ્રેયસ તળપડે સ્ટારર ફિલ્મ  ‘કૌન પ્રવીણ તાંબે’છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ ફિલ્મમાં અભિનેતા શ્રેયસ તલપડે ફરી એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે, જે પ્રવિણ તાંબેની ભૂમિકામાં હશે. બોલિવૂડમાં મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ જેવા ક્રિકેટરો પર બાયોપિક બનાવવામાં આવી છે અને હવે એ જ ઈનમાં પ્રવીણ તાંબેનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રવીણ તાંબે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તેણે 41 વર્ષની ઉંમરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે  સ્પિનર ​​પ્રવિણ તાંબે શરૂઆતથી જ ક્રિકેટના શોખીન હતા . તેમનો ક્રેઝ અને જુસ્સો ટ્રેલરમાં પણ જોવા મળે છે. ટ્રેલરમાં ક્રિકેટ માટેનો સંઘર્ષ જોવા મળે છે. ટ્રેલર પરથી પણ શ્રેયસ તલપડેની એક્ટિંગનો અંદાજ લગાવી શકાય છે. તેણે પ્રવીણ તાંબેના રોલને પૂરો ન્યાય આપ્યો છે

2 મિનિટના આ ટ્રેલરમાં પ્રવીણ તાંબેની ક્રિકેટ લાઈફથી લઈને તેમના અંગત જીવન સુધીની સંપૂર્ણ કહાનિ દર્શાવામાં આવી છે. તેના લગ્ન અને પછી તેની પત્ની સાથેનો અણબનાવ પણ જોવા મળે છે.ત્યારે આ ફિલ્મ’કૌન પ્રવીણ તાંબે’ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 1 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર શ્રેયસ તલપડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 

Exit mobile version