Site icon Revoi.in

નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરના તાલીમાર્થીઓએ અદાણી હજીરા પોર્ટની મુલાકાત લીધી

Social Share

સુરતઃ ભારત સરકાર અને ગૃહ મંત્રાલય હસ્તક ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં તાલીમ મેળવતા દેશની લગભગ 20 જેટલી મહાનગરપાલિકાના 26 જેટલા ડિવિઝનલ ઓફિસર પોતાની તાલીમના ભાગરૂપે સુરતની મુલાકાતે આવ્યાં હતા. તાલીમ મેળવતી આ 76મી બેચ છે જે તાલીમ પૂર્ણ કરીને પોતાના શહેરમાં ફાયર બ્રિગેડ અધિકારી તરીકે સેવા અપાશે.

સુરતના હજીરામાં આવેલા અદાણી હજીરા પોર્ટની મુલાકાતે આવેલા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરની 76મી બેચના તાલીમાર્થી ડિવીઝનલ ઓફિસર ઔદ્યોગિક મુલાકાતે હતા. અદાણી પોર્ટના ફાયર ઓફિસર યોગેદ્ર સોલંકી, ફાયર ઈન્ચાર્જ દુષ્યંત જાવિયા, ડ્રાય કાર્ગોના વડા મોહિત શક્તાવત, અદાણી હજીરા પોર્ટ લિમિટેડના સુરક્ષા, પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિભાગના એસોસિયેટ જનરલ મેનેજર રૂપેશ જાંબુડી અને ચીફ ઓપરેશન ઓફિસર આનંદ મરાઠેએ હજીરા પોર્ટની વિવિધ કામગીરી અને અહીં લેવામાં આવતા સુરક્ષાના પગલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અદાણી હજીરા પોર્ટ અને એમાં આવેલા ‘સલામતી શ્રેષ્ઠતા કેન્દ્ર’ની મુલાકાત પણ આ તાલીમાર્થીઓએ લીધી હતી. મુલાકાતનો હેતુ બંદર અને એની સાથે સંકળાયેલી જગ્યાએ ઈમરજન્સી વખતે કેવી કામગીરી કરવામાં આવે છે અને સાથે જ સલામતીના વિવિધ પગલા કેવા લેવામાં આવે છે એની જાણકારી મેળવવાનો હતો. મુલાકાત દરમિયાન સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે.બી.પટેલ સાથે રહ્યાં હતા.