Site icon Revoi.in

કોરોનાને લીધે ધંધો પડી ભાંગતા ટ્રાવેલર્સ વાહનોને ખાનગી પાસિંગ કે નોન યુઝમાં ફેરવી રહ્યા છે

Social Share

મહેસાણાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. કોરોનાને લીધે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ ઉદ્યોગને વધુ સહન કરવું પડ્યું છે. સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાયકારોની થઈ છે.  ઘણા ટ્રાવેલર્સ તો વાહનો માટેની લીધેલી લોનના હપતા પણ ભરી શક્તા નથી. આવી સ્થિતિમાં વાહનોના ટેક્સી પાસિંગ હોવાથી ટ્રાન્સપોર્ટરો આરટીઓનો ટેક્સ પણ બરી શક્તા નથી. આથી ટ્રાન્સપોર્ટરો ટેક્સી પાસિંગમાંથી ખાનગી પાસિંગમાં અથવા નોન યુઝમાં ફેરવી રહ્યા છે.

મહેસાણા આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં ટેક્સી પાર્સિંગ ધરાવતા 500 વાહનો પ્રાઇવેટ પાર્સિંગ કરાવી ચુક્યા છે ત્યારે રોડ પર વાહનો દોડતા બંધ થતા ટેક્સી થી રાહત મેળવવા 1600 વાહનો નોંનયુઝમાં દર્શાવ્યા છે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં બે વાહનોને એમ્બ્યુલન્સમાં તબદીલ કરાયા છે. કોરોના કાળમાં હાલ તબક્કાવાર અનલોક કરવામાં તો આવ્યું છે, પરંતુ ટ્રાવેલ્સ ના બિઝનેસના પૈડાં થંભી ગયા છે પૂરતા પેસેન્જરો ન બેસાડવાના કારણે ટ્રાવેલ્સના ધંધામાં નુકસાન વેઠી ચલાવવા પડતા હોવાને કારણે હાલ ટ્રાવેલ્સ ના ધંધા ઠપ થવા ગયા છે.

કોરોનાની અસર મધ્યમવર્ગીય પર વધારે જોવા મળી હતી જેમા વાહનો પર નભતા પરિવારોની હાલત કફોડી બનવા ગઈ છે, છેલ્લા લાંબા સમયથી પ્રાઇવેટ વાહનોના ધંધા બંધ હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી લોકો મજબૂરીથી અન્ય ધંધા પર વળ્યાં હતા

Exit mobile version