Site icon Revoi.in

સિંગાપોર ઓપનમાં ત્રિસા જોલી-ગાયત્રી ગોપીચંદની જોડી સેમિફાઇનલમાં પહોંચી

Social Share

નવી દિલ્હીઃ ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા ડબલ્સ જોડીએ શુક્રવારે દક્ષિણ કોરિયાની કિમ સો યેઓંગ અને કોંગ હી યોંગને હરાવીને સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોલી અને ગોપીચંદે વિમેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના વિરોધીઓને 18-21, 21-19 અને 24-22થી હરાવ્યા હતા. આ મેચ એક કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી.

ભારતીય જોડીની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ સેટ 21-18થી ગુમાવ્યો હતો. જો કે, જોલી અને ગોપીચંદે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા જોડી સામે કોઈપણ મુશ્કેલી વિના રમતમાં શાનદાર પુનરાગમન કર્યું. જોલી-ગોપીચંદે બીજો અને ત્રીજો સેટ 21-19 અને 24-22થી જીત્યો હતો.

ટૂર્નામેન્ટની શરૂઆતમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે 59 મિનિટ સુધી ચાલેલી મેચમાં વર્તમાન ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બેક હા ના અને લી સો હીને 21-9, 14-21, 21-15થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Exit mobile version