Site icon Revoi.in

TRP List:અનુપમા બન્યો ફરી નંબર વન શો,જાણો અન્ય શો ક્યાં નંબર પર છે  

Social Share

મુંબઈ:ટીવીની ટીઆરપી લિસ્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.ટીઆરપી લિસ્ટમાં હંમેશા ગરબડ જોવા મળે છે.ક્યારેક કોઈ આગળ હોય છે તો ક્યારેક કોઈ પાછળ હોય છે. ટીવી સિરિયલના 13મા સપ્તાહની ટીઆરપી લિસ્ટ સામે આવી છે. BARC ઈન્ડિયા (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ) એ લિસ્ટ બહાર પાડી છે.આ વખતે ટોપ 5માં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણા ટીવી શો વચ્ચે સ્પર્ધા હતી.દર વખતની જેમ આ વખતે પણ સુપરહિટ શો ‘અનુપમા’એ નંબર વન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે,તો ચાલો જાણીએ કોણ કયા નંબર પર રહ્યું-

અનુપમા

હંમેશની જેમ આ વખતે પણ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો ‘અનુપમા’ લિસ્ટમાં નંબર વન પર રહ્યો.અનુજ અનુપમાના લગ્નનો ટ્રેક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ગુમ હે કિસી કે પ્યાર મેં

ગત વખતની જેમ આ વખતે પણ ટીઆરપી લિસ્ટમાં સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેં સિરિયલ બીજા નંબર પર છે.સાઈ અને વિરાટ એકબીજાથી દૂર થઈ રહ્યા છે, હવે શ્રુતિ બંને વચ્ચે આવી ગઈ છે. આ ટ્વિસ્ટને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

યે હે ચાહતે

‘યે હૈ ચાહતે’એ પણ શાનદાર પ્રદર્શન કરીને બીજું સ્થાન મેળવ્યું છે.આ સિરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેં ને ટક્કર આપી રહી છે.આ સિરિયલના રેટિંગમાં જબરદસ્ત સુધારો થયો છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

ગયા સપ્તાહની જેમ આ વખતે પણ શોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.આ વખતે સિરિયલે ટીઆરપી લિસ્ટમાં મોટો ઉછાળો માર્યો છે.આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે,દર્શકોને હાલના ચાલી રહેલા શોનો ટ્રેક પસંદ આવી રહ્યો છે.

ઈમલી

ઈમલીના રેટિંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.એસાગશમીર મહાજનીની વિદાય બાદથી આવું થતું આવ્યું છે.સિરિયલ ‘ઈમલી’ નંબર 3 થી નંબર 4 પર આવી ગઈ છે.

5માં સ્થાન પર એક નહીં પરંતુ બે નહીં પરંતુ કુલ 3 ટીવી શો છે. ત્રણેય શો ‘કુમકુમ ભાગ્ય’, ‘નાગિન 6’ અને ‘સાથ નિભાના સાથિયા 2’ યાદીમાં 5મું સ્થાન ધરાવે છે.આ ત્રણેય શો ટીઆરપી લિસ્ટમાં પોતાની પકડ જાળવી રાખ્યા છે.

 

Exit mobile version