Site icon Revoi.in

યુક્રેન પર હુમલાને લઈને ટ્રમ્પે બાઇડેન અને ઓબામા પર સાધ્યું નિશાન,કહ્યું-હું હોત તો યુદ્ધ ન થયું હોત

Social Share

દિલ્હી:રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ રાખ્યું છે.આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન પર કટાક્ષ કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, તમે અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીના પાંચ સૌથી ખરાબ રાષ્ટ્રપતિઓને લઈ શકો છો અને તેમને એકસાથે રાખી શકો છો.તેમણે આગળ બાઈડેનની સરખામણી કરતા કહ્યું કે,જો બાઈડેન અને તેમના વહીવટીતંત્રે માત્ર 13 મહિનામાં જે નુકસાન કર્યું છે, તે 5 રાષ્ટ્રપતિઓએ પણ કર્યું નથી. CPAC2022 માં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘બુશના શાસનમાં, રશિયાએ જ્યોર્જિયા પર આક્રમણ કર્યું.ઓબામાના નેતૃત્વમાં રશિયાએ ક્રિમિયા પર કબજો જમાવ્યો.બાઈડેનના નેતૃત્વમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હું એકવીસમી સદીના એકમાત્ર પ્રમુખ તરીકે ઉભો છું, જેની દેખરેખ હેઠળ રશિયાએ બીજા દેશ પર આક્રમણ કર્યું ન હતું.

અગાઉ 22 ફેબ્રુઆરીએ ટ્રમ્પે કહ્યું હતું કે,જો તેમનું વહીવટીતંત્ર ત્યાં હોત તો યુક્રેન સંકટ સર્જાયું ન હોત.ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રશિયન નેતા વ્લાદિમીર પુતિન સાથેના તેમના ગાઢ સંબંધોનો દાવો કરીને દલીલ કરી હતી કે,તેમના વહીવટ હેઠળ યુક્રેન કટોકટી ઊભી થઈ ન હોત.તેમણે એક નિવેદનમાં કહ્યું કે,જો આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવ્યો હોત તો અત્યારે યુક્રેનમાં જે સ્થિતિ છે તે ન હોત.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે,હું વ્લાદિમીર પુતિનને ખૂબ સારી રીતે ઓળખું છું અને ટ્રમ્પ પ્રશાસન દરમિયાન તેઓ જે અત્યારે કરી રહ્યા છે તે તેમણે ક્યારેય કર્યું ન હોત.પુતિને યુક્રેનમાં બે અલગ-અલગ દેશોને માન્યતા આપ્યા બાદ અને તેની સેનાને બે અલગ-અલગ એન્ક્લેવ સુરક્ષિત કરવાનો આદેશ આપ્યા બાદ રશિયા આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહ્યું છે.યુક્રેનની સરહદ પાસે હજારો રશિયન સૈનિકો સ્થિર છે.રશિયાએ બે અલગ-અલગ દેશોને માન્યતા આપ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.

આ દરમિયાન વ્હાઇટ હાઉસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આકરી ટીપ્પણી કરી છે.વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ ટ્રમ્પ અને પુતિનની સરખામણી ડુક્કર સાથે કરી છે.વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાયર ડુક્કર ગણાવ્યા છે.

Exit mobile version