Site icon Revoi.in

ચશ્માના કાચ પરના ડાઘ-ધબ્બા દુર કરવા અજમાવો આ ઉપાય, કાચ બદલાવવાની નહીં પડે જરૂર

Social Share

જ્યારે ચશ્માના કાચ પર સ્ક્રેચીસ પડી જાય છે ત્યારે જોવામાં સમસ્યા ઉભી થાય છે.. ઘણા લોકો સ્ક્રેચીસથી કંટાળીને ચશ્માના કાચ બદલાવી નાંખે છે.. પરંતુ વારંવાર આમ કરવું ખર્ચાળ સાબીત થાય છે.. તેથી અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેનાથી ચશ્માના કાચ પરના સ્ક્રેચીસ મહદઅંશે દુર થઇ શકે છે.

વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ અને મેટલ પોલિશ: સ્ક્રેચને વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ અથવા મેટલ પોલિશથી પણ સાફ કરી શકાય છે. તેને સ્ક્રેચ પર લગાવો અને હળવા હાથે ઘસો.
બેકિંગ સોડા પેસ્ટઃ એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્ક્રેચ પર લગાવો અને હળવા હાથે ઘસો. પછી, સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરો.

સ્ક્રેચીસ પર ટુથપેસ્ટનો પ્રયોગ : સુતરાઉ કાપડ પર નોન-જેલ વ્હાઈટિંગ ટૂથપેસ્ટ લગાવો અને તેને સ્ક્રેચ પર હળવા હાથે ઘસો. ખૂબ સખત ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. પછી પાણીથી ધોઈ લો અને સૂકવી લો

સ્ક્રેચીસ દુર કરવા કારવેક્સનો ઉપયોગ અસરકારકઃ કેટલાક લોકો કાર વેક્સનો પણ ઉપયોગ કરે છે. થોડું કાર વેક્સ લો અને તેને સ્ક્રેચ પર લગાવો, પછી થોડું ઘસો. આ સ્ક્રેચેસને ઓછા દેખાતા બનાવવામાં મદદ કરી શકે છે.

પેટ્રોલિયમ જેલીથી પણ દુર થઇ શકે છે સ્ક્રેચીસઃ સ્ક્રેચ પર પેટ્રોલિયમ જેલીનું પાતળું પડ લગાવો. આ સ્ક્રેચને ભરવાનું કામ કરે છે અને તેને ઓછા દેખાય છે. બાદમાં તેને સ્વચ્છ કપડાથી સાફ કરો.

કોકોનટ ઓઇલ અથવા મીણનો ઉપયોગ કરો: નાળિયેર તેલ અથવા મીણ પ્લાસ્ટિક લેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે. તેને સ્ક્રેચ પર લગાવો અને પછી તેને કપડાથી લૂછી લો.