Site icon Revoi.in

રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ એ 2 દિવસમાં 25 કરોડને પાર કર્યું કલેક્શન

Social Share
મુંબઈઃ- અભિનેતા  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ હોળી પર રીલિઝ કરવામાં આવી હતી રજાના કારણે ફિલ્મને દર્શકો મળ્યા છે ત્યારે રજાના દિવસનો ફિલ્મને લાભ મળ્યો છે.
જાણકારી પ્રમાણે આ ફિલ્મે પહેલા દિવસે 15.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે આ ફિલ્મના બીજા દિવસના કલેક્શનમાં શરૂઆતના દિવસની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, અઠવાડિયાનો દિવસ હોવાને કારણે હોઈ  શકે છે વિકેન્ડ આવી રહ્યો છે ત્યારે આ ફિલ્મને વિકેન્ડનો પણ લાભ મળી શકે છે.
આ સહીત ફિલ્મના જોકે બીજા દિવસનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.  લવ રંજન નિર્દેશિત ફિલ્મે તેના બીજા દિવસે 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 25.73 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે  8 માર્ચે સિનેમાઘરોમાં આવેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે દર્શકો જ નહીં ફિલ્મ સમિક્ષકોના પણ દિલ જીત્યા છે. તુ જૂઠી મેં મક્કારને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા મેકર્સને રાહત આપનારા હતા.‘તુ જૂઠી મેં મક્કાર’ એ અર્થમાં સફળ રહી છે કે તેને તેના શરૂઆતના દિવસે જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. બીજા દિવસે વીક ડે હોવા છતાં તેનું કલેક્શન સારું રહ્યું છે. આ ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે તેવી આશાઓ જોવાઈ રહી છે.
Exit mobile version