Site icon Revoi.in

માનવતાના દુશ્મન હમાસ પ્રત્યે તુર્કીના રાષ્ટ્રપતિએ જાહેર કર્યો પ્રેમ, જાણો શું કહ્યું….

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એટલું જ નહીં ઈઝરાયલમાં ઘુસીને નરસંહાર કર્યો હતો. હમાસના આ કૃત્યની ભારત અને અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોએ નિંદા કરી હતી. તેમજ આ આતંકી કૃત્યુને માનવતા વિરોધી ગણાવ્યું હતું. હવે માનવતાના વિરોધી હમાસ ઉપર તુર્કીયના રાષ્ટ્રપતિને પ્રેમ ઉભરી આવ્યો છે. એટલું જ નહીં તેને આતંકવાદી સંગઠન નહીં પરંતુ મુક્તિ સંગઠન ગણાવ્યું હતું. તુર્કીય નહીં પરંતુ અનેક ઈસ્લામિક દેશોએ હમાસના માનવતા વિરોધી કૃત્યને વખડવાને બદલે ઈઝરાયલ ઉપર દોષારોપણ કરી રહ્યાં છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હમાસ આતંકવાદી સંગઠન નથી, પરંતુ એક મુક્તિ સંગઠન છે જે પોતાની જમીનની સુરક્ષા માટે સંઘર્ષ કરી રહ્યું છે. દેશની સંસદમાં તેમના પક્ષના સાંસદોને આપેલા ભાષણમાં, એર્દોઆને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક રોકવા માટે પણ વિનંતી કરી હતી.

એર્દોઆને વધુમાં કહ્યું કે, મુસ્લિમ દેશોએ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેણે વિશ્વ શક્તિઓને ઇઝરાયલ પર યુદ્ધ રોકવા માટે દબાણ લાવવા વિનંતી પણ કરી હતી. એર્દોગાને એમ પણ કહ્યું કે, ઈઝરાયલે તુર્કીના સારા ઈરાદાનો ફાયદો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલાની યોજના મુજબ ઈઝરાયેલ નહીં જાય. એટલું જ નહીં, તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં સંયુક્ત રાષ્ટ્રની અસમર્થતા પર પણ નિરાશા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 19 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યું છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ઇઝરાયેલના હુમલામાં 5,791 લોકો માર્યા ગયા છે, જેમાં 2,360 બાળકોનો સમાવેશ થાય છે. બીજી તરફ હમાસના હુમલામાં ઓછામાં ઓછા 1400 ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે.