Site icon Revoi.in

ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંંમરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું – ટીવી સેટ પર જ મેકઅપ રુમમાં જીવનનો અંત આણ્યો

Social Share

મુંબઈઃ- ટેલિવિઝનની દુનિયામાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર  સામેઆવ્યા છે. ટીવી અભિનેત્રી તુનીષા શર્મા એ આત્નુંમહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અભિનેત્રીએ  શો અલી બાબા: દાસ્તાન એ કાબુલનો ભાગ હતી જેને લઈને તેણએ ખૂબ નામના મેળવી હતી,.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેનું મુંબઈમાં સેટ પર નિધન થયું હતું. તેણીએ દેખીતી રીતે સેટ પર, મેક-અપ રૂમમાં પોચતાના જીવનનો અંત આણ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યું હતી આ સમાચાર ટીવી જગતમાં પ્રસરતાની સાથે જ શોકની લાગણી છવાઈ ગઈ છે.

જાણકારી અનુસાર તેની ઉમંર હજી તો 20 વર્ષની જ હતી અને તેઓ અપકમિંગ વીડિયો શૂટમાં વ્યસ્ત હતી તે અભિનેતા શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવાની હતી અને આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોક છવાયો છે લોકો આ સમાચાર સાંભળકતા જ ચોંકી ગયા છે.આત્મ હત્યાનું કારણ જાણી શકાયું નથી.

તુનીષાએ ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં નાની કેટરીના કૈફની ભૂમિકા ભજવી હતી. તે ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુબલ્લાહ, ગાયબ, શેરે પંજાબ મહારાજા રણજીત સિંહ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. તે માત્ર 20 વર્ષની હતી અને બાળ અભિનેત્રી તરીકે કામ કરતી હતી.

Exit mobile version