Site icon Revoi.in

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબૉટમ’નો પત્ની ટ્વિકલ ખન્ના એ આપ્યો રિવ્યૂ – અભિનેતા અજય દેવગને ટ્વિટ કરીને અક્ષયને પાઠવી શુભેચ્છા

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે બોલિવૂડની અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ થતી હતી, ત્યારે હવે ઘણા સમય બાદ એક્શન હિરો અક્ષય કુમાર સહીત લારા લત્તા સ્ટાટર ફિલ્મ બેલબૉટમ સિનેમા ઘરોમાં આજ રોજ રિલીઝ થી ચૂકી છે, ફિલ્મના ચારે બાજુ વખામ થઈ રહ્યા છે,ત્યાકે લારા દત્તાએ ઈન્દિરા ગાઁઘીના રોલમાં દર્શકોના દિલ જીત્યા છે.

અક્ષયની આ ફિલ્મને લઈને તેની પત્ની અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ ‘બેલબૉટમ’ નો રિવ્યૂ આપતી વખતે તેને ‘મસ્ટ વોચ’ ફિલ્મ ગણાવી છે. અભિનેતા અજય દેવગણે અક્ષયને ખાસ સંદેશ આપ્યો અને ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર વાણી સહીત ફિલ્મમાં લારા દત્તા અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળે  છે. રણજીત તિવારી દ્વારા નિર્દેશિત, બેલ બૉટમ 80 ના દાયકાની વાર્તા દર્શાવે છે જ્યારે દેશના એક પ્લેનને હાઈજેક કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્ર અને સિસ્ટમ તેની સાથે કેવી રીતે લડ્યા હતા.

અભિનેત્રી અને અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં અક્ષય ટ્વિંકલની પાછળ ચાલતો જોવા મળી રહ્યો છે. આ ફોટો લંડનનો છે. જ્યાં તાજેતરમાં “બેલ બૉટમ” નું પ્રીમિયર થયું હતું બંનેએ સાથે પ્રીમિયરમાં હાજરી આપી હતી. અક્ષય સાથે ફોટો શેર કરતા ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું, “પાર્કમાં ચાલવા જેવું લાગે છે પણ આપણે ખરેખર કંઇક સારું કરવા જઈ રહ્યા છીએ, મિસ્ટર કેની અદ્ભુત ફિલ્મ બેલબોટમનું સ્ક્રીનિંગ! #જરુરથી  નિહાળજો ”

ટ્વિંકલની પોસ્ટ બાદ અભિનેતા અજય દેવગને તેના મિત્ર અક્ષય કુમારને ખાસ સંદેશ આપીને તેના વખાણ કર્યા છે. અજયે ટ્વિટર પર લખ્યું, “ડિયર અક્કી, મને બેલ બૉટમનો સારો રિવ્યૂ જોવા મળી રહ્યો છે. અભિનંદન, તેને થિયેટરમાં રજૂ કરવામાં તમારો વિશ્વાસ પણ પ્રશંસનીય છે. આમાં તમારી સાથે છીએ

 

Exit mobile version