Site icon Revoi.in

ટ્વિટર લાવી રહ્યું છે નવું ફિચર, જાણો તેની ખાસિયત અને તેની કામ કતરવાની રીત

Social Share

દિલ્હીઃ એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ હવે કંપનીએ પહેલી વાર નવા ફીચરની જાહેરાત કરી છે. ટ્વિટરે આજે જાહેરાત કરી છે કે તે એક નવી ‘ટ્વિટર સર્કલ’  ફેસેલિટીનું ટેસ્ટ કરી રહ્યું છે જે યૂઝર્સને ઓછામાં ઓછા 150 લોકો સાથે તેમની ટ્વીટ શેર કરવાની મંજૂરી આપશે.

માઈક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કહે છે કે હમણાં માટે આ લોંચ કરવામાં આવેલું નવું ફીચર થોડા ઝ યૂઝ્રસ દતોઈ શકેશે,. જો તમારી પાસે આ સુવિધા છે, તો પ્રથમ, તમે 150 લોકોને પસંદ કરશો કે તમે તેમને ફોલો કરી રહ્યાં છો કે નહીં. પછી જ્યારે કંઈપણ ટ્વિટ કરો, ત્યારે ‘ટ્વિટર સર્કલ’ વિકલ્પ પસંદ કરો અને તમારી ટ્વીટ ફક્ત તમે પસંદ કરેલા લોકો સુધી મર્યાદિત કરો.

આ સાથે જ યૂઝર્સ ગમે ત્યારે ટ્વિટરમાં પસંદ કરાયેલા લોકોની યાદીમાં પણ ફેરફાર કરી શકે છે. જો આ યાદીમાંથી  તમે કોઈને દૂર કરો છો, તો તે લોકોને સૂચિત કરવામાં પણ આવશે નહી

જો આ ફિચરની વાત કરીએ તો  આ ફીચરમાં તમે માત્ર અમુક પસંદ કરેલા લોકોને જ મેસેજ મોકલવા માંગતા હોવ તો તમારે મેનુમાં જઈને ઓડિયન્સ સિલેક્ટ કરવાનું રહેશે. આ ફીચરનો હેતુ એ છે કે તમે પસંદ કરેલા લોકોને ટ્વીટ કરી શકો છો જેથી કરીને તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન ન થાય.

Exit mobile version