Site icon Revoi.in

ટ્વિટર યૂઝર્સ માટે લાવી રહ્યું છે અનેક વિકલ્પો – કમાણીની તક બાબતે પણ વિચારણા

Social Share

દિલ્હી – ડિજિટલ મીડિયા માટે કેન્દ્ર એ અનેક નવા નિયમો લાગુ કર્યા છે,તો ટ્વિટર પણ તમના યૂઝર્સને રિઝાઝવાના પ્રયત્નો કરી રહ્યું છે,ટ્વિટરે કહ્યું છે કે સોશ્યલ મીડિયા કંપનીએ વિશ્વાસ ગુમાવો પડી રહ્યો છે. તેને યૂઝર્સના વિશ્વાસને બરકરાર રાખવા ટ્વિટર આધુનિક કન્ટેન્ટ મોડરેશન પ્રેક્ટિસને વધુ પારદર્શક બનાવશે.

આ સાથે જ લોકોને વધુ નિયંત્રણ અધિકાર પણ આપશે. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સે કહ્યું કે, એનાલિસ્ટ ડે પ્રેજેન્ટેશનના અવસર પર લોકોને સંબોધન કરતા કહ્યું કે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે જવાબદારીની દ્રષ્ટિએ ઘણા વિકાસના કાર્યો કર્યા છે. ભૂલોને જાણી અને સુધારવાના ક્ષેત્રમાં વધુ સારું કામ  પણ કર્યું છે.

આ સાથે જ અનેક સિદ્ધાંતનું પાલન કરવામાં કોઈ છૂટ નથી. પારદર્શિતાની દ્રષ્ટિએ થોડી કમીને દૂર કરવા અમે લોકોનો વિશ્વાસ બનાવવા માટે વધુ વિકલ્પો અને નિયંત્રણ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે ઘણા લોકો આપણામાં વિશ્વાસ કરતા નથી. અમે એકલા એવા નથી, એવી ઘણી સંસ્થાઓ છે કે જેમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. પારદર્શિતા, જવાબદારી, વિશ્વસનીયતા અને ઘણી તકો આપવામાં મોટી અસર જોવા મળશે.

તેમણે લોકોને વિશ્વાસમાં લેતા વધુમાં જણાવ્યું હતું કે,2023 સુધીમાં વાર્ષિક આવકને બમણી કરવાનું અમારુ લક્ષ્ય છે,વર્ષ  2023 ના ચોથા ક્વાર્ટરમાં 33.5 મિલિયન યૂઝર્સની અપેક્ષા છે. વર્ષ 2020 ના અંત સુધીમાં યૂઝર્સની કુલ સંખ્યા 19.2 કરોડ રહી છે, જે વર્ષ 2019 ની સરખામણીમાં 27 ટકા વધુ છે

ટ્વિટર વાંધાજનક સામગ્રી અથવા માહિતી ધરાવતા એકાઉન્ટ્સને ઓટોમેટિક બ્લોક અથવા મ્યૂટિંગની સુવિધા ઇપલબ્ધ કરાવી શકે તેવી શક્યતાઓ છે, રજૂ ગુરુવારે એનાલિસ્ટ ડે પ્રેઝન્ટેશન પ્રસંગે કંપનીએ જણાવ્યું હતું કે કંપની તેના યુઝર્સ માટે ટોગલ સુવિધા પર કામ કરી રહી છે.

સાહિન-

 

Exit mobile version