Site icon Revoi.in

ટ્વિટર થયું ડાઉન – લેપટોપ અને ડેક્સટોપ પર ટ્વિટર લોગઈનમાં આવી રહી છે સમસ્યાઓ

Social Share

દિલ્હીઃ- એલન મસ્કની માલિકીનું ટ્વિર હંમેશા ચર્ચામાં રહે છે, જ્યારથી એલન મસ્કે તેની માલિકી ખરીદી છે ત્યારથી બ્લૂ ટીકથી લઈને અનેક બબાતે ટ્વિટ ચર્ચામાં રહે છએ ત્યારે હવે ટ્વિટર ડાઉન થવાની ઘટવા સામે આવી રહી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ગુરુવારે સવારે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ડાઉન થઈ ગયું હતું

ટ્વિટર ડાઉન થવાના કારણે હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વપરાશકર્તાઓને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે. વપરાશકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના વેબ સંસ્કરણને ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે કેટલાક યૂઝર્સે ફરિયાદ કરી છે કે તેમની ટ્વિટર સૂચનાઓ પણ કામ કરી રહી નથી.

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનું વેબ વર્ઝન ડાઉન છે. યૂઝર્સ સવારે 6 વાગ્યાથી ટ્વિટર વેબસાઇટ પર લૉગ ઇન કરી શકતા નથી. ડાઉનડિટેક્ટર સોફ્ટવેર દર્શાવે છે કે ઘણા વપરાશકર્તાઓએ ટ્વિટર ડાઉન વિશે વાત કરી છે.

ટ્વિટર આ મહિનામાં બીજી વખત ડાઉન થયું છે. આ પહેલા 11 ડિસેમ્બરે ટ્વિટર યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે દાવો કર્યો હતો કે તેમની ટાઈલાઈન રિફ્રેશ થઈ રહી નથી. આજરોજ યુઝર્સના જણાવ્યા અનુસાર, લોગ ઇન કરતી વખતે તેમને એરર મેસેજ મળી રહ્યા છે. તો ત્યાં કેટલાક કહે છે કે લોગિન પર ક્લિક કર્યા પછી પેજ કોઈ પ્રતિસાદ આપી રહ્યું નથી. ડાઉનડિટેક્ટર અનુસાર, યુઝર્સે સવારે 6 વાગ્યાથી લોગ ઈન કરવામાં તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે પેજ કોઈપણ રીતે જવાબ નથી આપી રહ્યું.