- ટ્વિટરે બ્લૂ ટીક હટાવાનું શરુ કર્યું
- સીએમ યોગી, શાહરુખ ખાન શાહરુખખાનના એકાઉન્ટ પરથી બ્લૂટિક હટાવાયું
દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલીકી એલન મસ્કએ ખરીદી છે ત્યારેથી ટ્વિટર વિવાદમાં અને ચર્ચામાં રહ્યું છે, એલન મસ્ક દ્રારા મસ્કએ 12 એપ્રિલે જ વારસાના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની જાહેરાત કરી હતી જે મુજબ 21 એપ્રિલના રોજથી આ બ્લૂટિરક હટાવાની સૂચના અપાઈ હતી ત્યારે હવે આ મામલે ટ્વિટર એક્શનમાં આવ્યું છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેની જાહેરાત મુજબ વેરિફાઈડ એકાઉન્ટમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દીધી છે. જે લોકોએ બ્લુ ટિક પ્લાન માટે ચૂકવણી કરી નથી તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. મસ્કે કહ્યું હતું કે જો બ્લુ ટિકની જરૂર પડશે તો દર મહિને ચૂકવણી કરવી પડશે.
ત્જેયારે હવે ટ્વિટરે જે લોકોએ ટ્વિટર બ્લુ પ્લાન માટે ચૂકવણી નથી કરી તેમના એકાઉન્ટ બ્લુ ટિક કાઢી નાખવામાં આવી છે. જેમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ક્રિકેટર રોહિત શર્મા, અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ સામેલ છે.
કંપનીના માલિક એલોન મસ્ક પહેલાથી જ આની જાહેરાત કરી ચૂક્યા છે.તેમણે કહ્યું કે 20 એપ્રિલ પછી, જે એકાઉન્ટ્સે પેઇડ સબસ્ક્રિપ્શન લીધું નથી તેમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બ્લુ ટિકની જરૂર હોય તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઈલોન મસ્કના અધિગ્રહણ પહેલા ટ્વિટરે ઘણા એકાઉન્ટ વેરિફાઈ કર્યા હતા જેમાં પત્રકાર, અભિનેતા, રાજનેતા જેવી મોટી હસ્તીઓ સામેલ હતી. પહેલા ટ્વિટર કોઈ પૈસા લીધા વિના મફતમાં બ્લુ ટિક આપતું હતું. મસ્ક માને છે કે બેજ સ્ટેટસ સિમ્બોલ બનાવે છે, અને તે ઇચ્છે છે કે પ્લેટફોર્મ પરની કોઈપણ વ્યક્તિ ન્યૂનતમ ફી માટે ચકાસવામાં આવે.ત્યારે હવે ટ્વિટરે બ્લૂટીક માટે ચૂકવણી ન કરનાર સામે એક્શન લીધું છે.