Site icon Revoi.in

ટ્વિટરને વર્ષ 2018 માં કરેલી ભૂલ માટે  4 કરોડ રુપિયાનો દંડ ફટકારાયો

Social Share

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આયર્લેન્ડ એ મોટો દંડ ફટકાર્યો છે. આયર્લેન્ડના ડેટા રેગ્યુલેટરએ ટ્વિટર પર 4 લાખ 50 હજાર યૂરો અટલે કે અંદાજે ચાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્વિટરની એક ભૂલના કારણે ટ્વિરે આટલી મોટી ભરપાઈ કરવી પડશે.

ટ્વિટરે ઘણા લોકોના ખાનગી ટ્વિટને સાર્વજનિક કરી હતી. નવી યુરોપિયન યુનિયન ડેટા પ્રાઈવેસી  સિસ્ટમ હેઠળ કોઈ અમેરિકન કંપની પર આ પ્રકારની કરવામાં આવેલી આ પહેલી કાર્યવાહી છે.

જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનનો અમલ યુરોપિયન યુનિયન દ્વારા વર્ષ  2018 માં કરવામાં આવ્યો હતો, અને આ જી.ડી.પી.આર. હેઠળ આયર્લેન્ડે આ કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જીડીપીઆર હેઠળ ટ્વિટર પર આ પ્રથમ કાર્યવાહી છે. ગયા વર્ષે, ટ્વિટરની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં એક ભૂલ આવી હતી, જે પછી ઘણા વપરાશકર્તાઓની ખાનગી ટ્વિટ્સ જાહેર થઈ હતી. આ દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કે ટ્વિટર તેના વપરાશકર્તાઓને તાત્કાલિક અસરથી બગ વિશે જાણ કરવામાં અસમર્થ રહ્યું  હતું.

જો કે ટ્વિટરએ આ ભુલ વર્ષ 2018 માં નાતાલની રજાઓ દરમિયાન કરી હતી અને મોટાભાગના કર્મચારીઓ  ત્યારે રજા પર હતા, તેથી વપરાશકર્તાઓને તેના વિશે જાણ કરવામાં વિલંબ  થયો હતો.

માફી માંગતા ટ્વિટરે કહ્યું કે, અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને અમારા વપરાશકર્તાઓના ડેટા અને ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. જો અમારી આવી કોઈ સમસ્યા આવે છે  તો પહેલા વપરાશકર્તાઓને જાણ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. આ રીતે ટ્વિટરએ વર્ષ 2019 માં પણ આ ભૂલ માટે માફી પણ માંગી છે.

સાહિન-