સુરેન્દ્રનગરઃ ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના મુખ્ય રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ ગયું છે. શહેરના દાલમિલ રોડ પર બે આખલાં વચ્ચે યુદ્ધ જામ્યું હતું. તેના લીધે રોડ પર લોકોએ લોકોએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મુકી હતી. જ્યારે કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં આખલાના દ્વંદયુદ્ધના વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં આખલાના આતંક વચ્ચે બે આખલાઓ ભૂરાંટા બની જાહેરમાં બાખડતા પાર્કિંગ કરેલા અનેક વાહનોને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. શહેરી વિસ્તારમાં રખડતા ઢોર અને આખલાઓનો આંતક યથાવત રહેવા પામ્યો છે. શહેરના દાળમિલ રોડ પર બે આખલાઓ જાહેર રોડ પર બાખડતા પાર્કિંગ કરેલા વાહનોને હડફેટે લીધા હતા.
સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રખડતા આખલાઓનો આંતક યથાવત રહેવા પામ્યો છે. શહેરના દાળમિલ રોડ પર બે આખલાઓ જાહેર રોડ પર બાખડતા પાર્કિંગ કરેલા વાહનોને હડફેટે લીધા હતા. જેમાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકને પણ આખલાઓએ હડફેટે લેતા વાહનચાલકને ઇજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ સયુંકત નગરપાલિકાની આખલા પકડવાની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા. હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા પાસે રખડતા આખલાઓને પાંજરે પૂરવા અંગેની કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. ત્યારે નગરપાલિકાના નિષ્ક્રિય સત્તાધિશો સામે શહેરીજનોમાં રોષની લાગણી ઊભી થઈ છે. રખડતા ઢોરને પકડવા માટે મ્યુનિ.પાસે અલાયદું તંત્ર જ નથી.