Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

Social Share

પાલનપુરઃ  બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હજુ ગઈકાલે ભાભર-રાધનપુર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ચાર જણા મોતને ભેટ્યા હતા. આ બનાવ તાજો છે. ત્યાં ગરૂવારે થરાદ સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.  આ અકસ્માતમાં પૂરફાટ ઝડપે  આવેલી ટ્રકે કારને ટક્કર મારતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. કારમાં સવાર કુલ ત્રણમાંથી બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા એક ઘાયલ થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે,  થરાદ-સાચોર હાઇવે પર એક ટ્રક ચાલકે મિયાલ ગામ નજીક કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ત્રણ લોકોમાંથી બે ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો સ્થાનિક લોકોએ અકસ્માત શ્થળે દોડી જઈને પોલીસને જાણ કરતા થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. અકસ્માતનો બીજો બનાવ પાલનપુરમાં બન્યો હતો. જેમાં શહેરના  વિધામંદિર સ્કૂલ નજીક ગરૂવારે સવારે સ્કુલવાન અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાલકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અંગે પાલનપુર 108ના સૂત્રોએ જણાવ્યું હતુ કે, બે વાહનો સામસામે અથડાયા હતા. જેમાં વાનના ચાલક ગણપતભાઇ મોહનભાઇ રાણા (ઉ.વ. 47)ને વધતી ઓછી ઇજા થઇ હતી. જેમને પાલનપુર 108ના ઇએમટી વિક્રમ ઠાકોર અને પાયલટ દલપતસિંહે વાનમાં સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.