Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર,ભાજપના નેતાનો હત્યારો પણ થયો ઠાર

Social Share

શ્રીનગર : જમ્મુ કાશ્મીમાં આતંકવાદનો ઈરાદો ધરાવતા બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. બાંદીપુરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે તેમાં એક આતંકવાદી એ છે કે જેનું નામ ભાજપના નેતાની હત્યાના કેસમાં બોલતું હતુ. પોલીસે કહ્યુ હતુ કે, મરનાર આબિદ લશ્કર એ તોયબાનો જિલ્લા કમાન્ડર હતો.જ્યારે અન્ય એક આતંકી આઝાદ 8 જુલાઈએ ભાજપના નેતા શેખ વસીમ બારી, તેમના ભાઈ ઊમર સુલતાન તેમજ બશીર અહેમદ શેખની હત્યામાં સામેલ હતો.મરનારા આતંકીઓ પાસે મોટા પાયે દારુગોળો પણ મળી આવ્યો છે.

જાણકારી અનુસાર પોલીસ દ્વારા બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, પોલીસના કહેવા પ્રમાણે સુરક્ષાદળોને બાંદીપુરા વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગે બાતમી મળી હતી અને પછી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરુ કરાયુ હતુ. સુરક્ષાદળો પર આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. જેનો જવાનોએ સામે જવાબ આપ્યો હતો. આ દરમિયાનમાં બે આતંકીઓને સુરક્ષાદળોએ ઢાળી દીધા હતા. સ્થળ પરથી હથિયારો અને દારુગોળો પણ મળી આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે.

જો કે ભારતીય સુરક્ષા દળો દ્વારા જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને અનેક પ્રકારના સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં આતંકવાદીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે.