Site icon Revoi.in

દેશમાં હવે ટૂંક સમયમાં આવશે વધુ બે સ્વદેશી કોરોનાની વેક્સિન 

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હાલ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોરોનાની જંગમાં વધુ બે સ્વદેશી વેક્સિનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. જાણકારી અ નુસાર આ બન્ને વેક્સિન સંપૂર્ણ સ્વેદેશી હશે, આ બાબતે વિતેલા દિવસને મંગળવારના રોજ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન ના પ્રમુખ ડૉ. એન.કે. અરોરાએ મંગળવારે  મીડિયાને માહિતી આપતા જણાવ્યું છે કે આ બન્ને વેક્સિન કોવિન પર ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે જેનું નામ  mRNA શૉટ અને ઈન્ટ્રાનાસલ છે.

વધુ મળેલી વિગત અનુસાર આ mRNA ડોઝ તેના વર્ગમાં એકમાત્ર એવો છે જે 2-8°C તાપમાને સંગ્રહિત અને પરિવહન કરી શકાય છે.તો બીજી તરફ  ઇન્ટ્રાનાસલ રસીનું સંચાલન પણ સરળ બને છે. આ રસીઓ પ્રાથમિક માત્રા તરીકે ઉપયોગમાં લેવાય છે. અને જ્યારે અમને પૂરતો ડેટા મળે છે, ત્યારે તે એક ખાસ બૂસ્ટર તરીકે પણ રજૂ કરવામાં આવી શકે છે.”

આ બાબતને લઈને ડૉ. અરોરાએ કહ્યું કે દેશમાં બૂસ્ટર કવરેજમાં સુધારો કરવાની જરૂર છે. “લોકોએ એન્ટિબોડીના સ્તરને વધારવા માટે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ, ખાસ કરીને જો પ્રાથમિક બે ડોઝ છ મહિના કરતાં વધુ સમય પહેલાં લેવામાં આવ્યા હોય. હજુ પણ એવા લોકોની મોટી ટકાવારી છે જેમણે બસ્ટર ડોઝ નથી લીધો

ઉલ્લેખનીય છે કે દેસમાં દૈનિક નોંધાતા કેસો 5 હજારથી ઓછા જોવા મળી રહ્યા છે તો સાથે જ હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ 46 હજાર આસપાસ પહોંચી ચૂકી છે.