Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના બારમુલામાં બે શંકાસ્પદ આતંકીઓની કરાઈ ઘરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા

Social Share

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આમતો છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય બન્યા છએ અને તેમની શોઘખોળ માટે મોટા પાયે ઓપરેશન પણ ચવલાવવામાં આવી રહ્યું છે આ સાથે જ લશ્કરના બે આતંકીઓ ઘેરાયા હોવાની પણ માહિતી ણળી હતી .

જો કે હવે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના ઉરી શહેરમાં સેનાના જવાનોએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીઘી છે. સુરક્ષા દળોએ બંને પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરી છે.

આ બાબતને લઈને ભારતીય સેનાએ આ જાણકારી આપી છે. બંને શકમંદોની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા છે.

આ બબાતને લઈને વઘુ મેળવીલ જાણકારી પ્રમાણે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે 14 સપ્ટેમ્બરે બારામુલ્લાના ઉરીમાં એક ‘મોબાઇલ વાહન ચેક પોસ્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી. આ ચેક પોસ્ટ પર તૈનાત જવાનોએ હવે ઉરીમાં બે શંકાસ્પદ લોકોની  હથિયારો સહીત અટકાયત કરી છે.

બીજી તરફ  અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજી વખત અથડામણ ચાલી રહી છે. હાલમાં સેનાએ અનંતનાગમાં જ્યાં અથડામણ થઈ હતી તે જગ્યાને ચારે બાજુથી ઘેરી લીધી છે. અહીં નાગરિકોના આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે,આ અથડામણમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશિષ ધૌનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ શહીદ થયા હતા. ત્યારે આતંકીઓને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.