Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં બે કિશોરોના શિખર સર કરતી વખતે થયા મોત

Social Share

મનાલી: ક્યારેક જવાનીના જોશમાં વ્યક્તિ હોશ ખોવી બેસે ત્યારે એવું કઈક બનતું હોય છે જે વિચાર્યું પણ ન હોય, આવું જ કઈક બન્યું છે હિમાચલ પ્રદેશમાં કે જ્યાં બે કિશોરો શિખર સર કરવા જતા હતા અને તેઓ મોતને ભેટ્યા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધૌલાધર પહાડીઓ પર સ્થિત ‘રાઇઝિંગ સ્ટાર’ શિખર સર કરતી વખતે ભારે હિમવર્ષામાં ફસાયેલા બે કિશોરો ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતા.

પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મૃતકની સાથે રહેલા અન્ય બે લોકોને પોલીસે બચાવી લીધા હતા અને ધર્મશાળાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક કિશોરોની ઓળખ ધર્મશાળા પાસેના સ્લેટ ગોડવાન ગામના 16 વર્ષીય રોહિત અને જિલ્લાના જ નૂરપુર ગામના રહેવાસી 18 વર્ષીય મોન્ટી તરીકે કરી છે. તેમણે કહ્યું કે સંબંધીઓ દ્વારા છોકરાઓ ફસાયા હોવાની માહિતી મળ્યા પછી, પોલીસે ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી શરૂ કર્યું અને તે જગ્યાએ પહોંચ્યા જ્યાં છોકરાઓ ફસાયા હતા.

જો કે પોલીસે વધારે તે પણ જણાવ્યું કે જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યાં સુધી એક છોકરો મૃત્યુ પામ્યો હતો, ત્યારબાદ તે અન્ય ત્રણ છોકરાઓ સાથે પરત ફરી રહ્યા હતા, જેમાંથી એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. તેણે કહ્યું કે હજુ એક છોકરાનો મૃતદેહ મેળવવાનો બાકી છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે મંગળવારે મૃતદેહ મેળવવામાં આવે તેવી અપેક્ષા છે.

Exit mobile version