Site icon Revoi.in

2 વર્ષ બાદ ચીનમાં કોરોનાના 13000થી વધુ નવા કેસ નોંધાયા

Social Share

દિલ્હી:ચીનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, રવિવારે ચીનમાં 13,146 કોવિડ કેસ નોંધાયા હતા,જે બે વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાના પ્રથમ પીક વેવ પછી સૌથી વધુ છે.નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”1,455 લક્ષણોવાળા દર્દીઓ હતા, જેમાંથી 11,691 એસિમ્પ્ટોમેટિક કેસ નોંધાયા છે. જોકે, કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી.”

ચીનના આર્થિક કેન્દ્ર શાંઘાઈમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.જેના કારણે તમામ 25 મિલિયન લોકોને ઘરે જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી સંક્રમણને નિયંત્રિત કરી શકાય.શિપિંગ દિગ્ગજ માસર્કએ શુક્રવારે જણાવ્યું હતું કે,શહેરમાં કેટલાક ડેપો બંધ રહ્યા છે અને લોકડાઉનને કારણે ટ્રકિંગ સેવાઓને વધુ અસર થવાની સંભાવના છે.જેના કારણે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે.

વર્ષ 2019માં પ્રથમ વખત ચીનમાં કોરોના વાયરસની શોધ થઈ હતી. આ પછી, આ મહામારીએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું.તે પછી આ મહામારીને કારણે થયેલી તબાહીથી દરેક વ્યક્તિ વાકેફ છે.છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને નિયંત્રિત કરવા માટે ચીન તેની ઝીરો કોવિડ પોલિસીનો કડક અમલ કરી રહ્યું છે.